Surendranagar News/ સુરેન્દ્રનગરમાં ચૂડાના કોરડા ગામે વીજળી પડતા યુવાનનું ઊંઘમાં જ મોત

મોસમી વરસાદ ફક્ત ખેડૂતોના ઊભા પાકનો જ સોથ વાળે છે તેવું નથી, પણ આ દરમિયાન પડતી વીજળી જીવ પણ લે છે. સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડતા યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

Gujarat Others Breaking News

Surendranagar News: મોસમી વરસાદ (Unseasonal Rain) ફક્ત ખેડૂતોના ઊભા પાકનો જ સોથ વાળે છે તેવું નથી, પણ આ દરમિયાન પડતી વીજળી જીવ પણ લે છે. સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડતા (Lightening strike) યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડાના કોરડા ગામે વીજળી પડવાના કારણે 27 વર્ષનો યુવાન ઊંઘતો હતો ત્યારે તેનું મોત નીપજ્યું હતું. મોડી રાત્રે ભારે પવન અને વીજળી સાથે વરસાદ વરસ્યો હતો. તે સમયે વીજળીના કડાકાભડાકા થતા હતા અને વીજળી પણ પડી હતી. આ યુવાને ઊંઘમાં વીજળીનો ભોગ બન્યો હતો.

સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે ભારે પવન, ગાજવીજ સાથે અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. સામાન્ય રીતે લોકોનું સૂતા-સૂતા હાર્ટએટેકમાં મોત થાય છે તે સાંભળવા મળ્યું છે, પરંતુ અહીં તો યુવાન સૂતા-સૂતા વીજળીનો ભોગ બન્યો છે. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તેના પોસ્ટમોર્ટમ પરથી તેના મૃત્નું કારણ વીજળી પડવાનું જ છે કે બીજું કાંઈ છે તેની ખબર પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GST ફ્રોડ કેસમાં EDની કાર્યવાહી,23 સ્થળો પર EDના દરોડા

આ પણ વાંચો: જીએસટી કૌભાંડમાં ભાજપના વિધાનસભ્ય ભગવાન બારડના પુત્ર સુધી રેલો પહોંચ્યો

આ પણ વાંચો: છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા પંચાયતની સ્થિતિ