- 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર
- 42.8 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર
- અમદાવાદમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું
- સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું
- ગાંધીનગરમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું
8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.રાજયમાં 42.8 ડીગ્રી ગરમી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતુ. જયારે દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ તેજ બનતા અને ભેજનું પ્રમાણ વધી જતાં ગરમીનો પારો નીચે રહેતા સૌ કોઈએ રાહત અનુભવી હતી. બે ત્રણ દિવસ સુધી ભારે ગરમી રહ્યા બાદ તા.20-21 અને તા.રરના રોજ ભેજમાં વધારો અને પવનની ગતિ વધીને, રાજયના અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે હળવા ભારે વરસાદના ઝાપટા પડવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. વધુ ગરમીવાળા શહેરોમાં અમદાવાદમાં 42.4, સુરેન્દ્રનગરમાં 42.3, ભાવનગરમાં 41.2, ગાંધીનગરમાં 41.6 ડીગ્રી તો ડીસામાં 40 ડીગ્રી ગરમી વરસી હતી.
