અમરેલી,
અમરેલીમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત્ છે. એક માસમાં 29 કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. જિલ્લામાં ચાર દિવસમાં સાત પોઝિટિેવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ લાઠી,સાવરકુંડલા અને અમરેલીમાં નોંધાય છે. સ્વાઇન ફ્લૂનો ભોગ બનનારને હાલ તો અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.
