- વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા
- અમદાવાદ મનપા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન
- શહેરના નવા વાડજ વિસ્તારમાં કરાયું કાર્યક્રમનું આયોજન
- સરકારની વિવિધ યોજનાની માહિતી આપતા રથને લીલી જંડી
- મેયર પ્રતિભા જૈન, સાંસદ કિરીટ સોલંકી, કોર્પોરેટરો હાજર રહયા
@ મેહુલ દુધરેજીયા
Ahmedabad News: કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને રથ મારફતે લોકો સુધી પહોંચાડવાનો કાર્યક્રમ દેશભરમાં યોજવામાં આવ્યો છે.અમદવાદના નવા વાડજ ખાતે પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો,જેમાં લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ અને વિતરન કરવામાં આવ્યું.વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ ખાસ વર્ચ્યૂએલ માધ્યમથી હાજર રહ્યા હતા.
કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે કેન્દ્ર સરકારે 15 નવેમ્બર થી 26 જાન્યુઆરી સુધી વિકસિત ભારત યોજના શરૂ કરી છે.આ યોજનાથી સામાન્ય લોકોને સરકાર નાનામાં નાની યોજનાનો લાભ મળે તે માટે એક વિકાસ રથ પંચાયતો અને નગરપાલિકાઓમાં ફેરવામાં આવે છે.અમદાવાદ ના તમામ વોર્ડમાં આ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
અમદાવાદના નવા વાડજ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યૂએલ માધ્યમથી જોડાયા હતા. વડાપ્રધાન મોદીએ દેશભરના તમામ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.આ સાથે જ દેશમાટે “ડ્રોન દીદી યોજના ” અને નવા 15000 હજાર ” પ્રધાનમંત્રી ઔષધાલય”નું લોકાર્પણ કર્યું હતું.વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું કે લોકો આ વિકાસ યાત્રાને મોદીની ગેરેંટી વાળી ગાડી કહે છે.જે મને ગમ્યું પરંતુ લોકોની તમામ ગેરેંટી પુરી કરીશ.
ડ્રોન દીદીયોજના મેં લાલ કિલ્લાથી જાહેરાત કરી હતી.આ ડ્રોન માટે સરકાર આઠ લાખ સુધી અથવા 80 ટકા જેટલું વળતર આપવાની છે. દેશમાં પ્રથમ 15000 હજાર ડ્રોનનું વિતરણ ગામડાની મહિલાઓને કરવામાં આવશે. ખેતીમાં દવાઓ છટકાંવ અને પાક ના નિરીક્ષણ માટે આ ડ્રોન ફાયરદકારકે રહેશે.ઔષધિઓ જે મેડિકલ થી અડધા ભાવમાં મળે છે.તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે.જેથી ગરીબ લોકોને સારી દવાઓ સસ્તામાં મળી શકે.મારુ કામ નારી શક્તિ,યુવા શક્તિ,ખેડૂત શક્તિ,ગરીબ શક્તિ ઉત્થાન કરવાનું છે.
આગામી દિવસોમાં કોઈપણ ગરીબ ભૂખ્યો ના રહે,અને તેને દવાઓના ખર્ચ ના થાય તેવો પ્રયાસ છે.મહિલાઓ ને આપેલા વચનો અને મહિલા ઉત્થાન મારુ સપનું છે.નવાવાડજ કાર્યક્રમમાં સાંસદ નરહરિ અમીન અને સાંસદ કિરીટ સોલંકી મેયર પ્રતિભા જૈન સહિતના હોદેદારો હાજર રહ્યં હતા.આ સાથે જ મોટી સંખ્યામાં કોર્પોરેટરો અને લાભાર્થીઓ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર
આ પણ વાંચો:ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે
આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..
આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ
