Surat News: ઇરાન યુદ્ધના પગલે સુરત (Surat) નો હીરા (Diamond)-ટેક્સ્ટાઇલ (Textile) ઉદ્યોગ સંકટમાં મૂકાયો છે. અમેરિકાએ નાખેલા ટેરિફ (Tarrif)ના લીધે ઉદ્યોગને આમ પણ માર પ્ડયો હતો. હવે ટેરિફ દૂર થયા છે તો મધ્યપૂર્વમાં ઇરાન સાથેના અમેરિકા-ઇઝરાયેલના યુદ્ધ(War)ને લઈને સ્થિતિ વણસી છે. સુરતના વેપારીઓ હાલમાં દુબઈ જાય તેવી સ્થિતિ પણ રહી નથી. દુબઈ ભારતના વેપારીઓનું મુખ્ય હબ હોવાથી અને આર્થિક પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર હોવાથી ભારતીય વેપારીઓમાં ચિંતા પ્રસરી છે.
આટલુ ઓછું હોય તેમ મધ્યપૂર્વ (Middleeast)નો તનાવ (Tension) અટકવાનું નામ લેતો નથી. સતત વધતો જ જાય છે. તેમને ડર છે કે નવા ઓર્ડર અને પેમેન્ટ સાઇકલ અટકી જવાના કારણે વેપારીઓને ચિંતા છે. પરિવહન અને બિઝનેસ વિઝિટ્સ ખોરવાતા વેપારીઓને ફટકો પડે તેવો ડર છે. આ યુદ્ધના કારણે સુરતના સ્થાનિક અર્થતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન જાય તેવો ડર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આમ ટેરિફના મારમાંથી માંડ-માંડ બેઠા થઈ રહેલા સુરતના ઉદ્યોગની સ્થિતિ વધુ વણસી શકે છે.
સુરતના વેપારીઓને ડર છે કે યુદ્ધ લાંબા ચાલે તેવા સંજોગોમાં તેમને મોટો ફટકો પડી શકે તેમ છે. તેમની નિકાસ રૂંધાઈ શકે તેમ છે. આ ઉપરાંત તેમને નવા ઓર્ડરો પણ તેના કારણે નહીં મળે. તેઓ હાલમાં તો રીતસર પ્રાર્થના કરી રહ્યા છે કે યુદ્ધ અટકી જાય. તેના માટે તે સ્થિતિ પર સતત ચાંપતી નજર પણ રાખી રહ્યા છે.
હાલમાં ફ્લાઇટ રદ થઈ હોવાથી સુરતના વેપારીઓનો કરોડોના માલ અટવાયો છે. દુબઈ અને ઇઝરાયેલમાં સોનાની આયાતનિકાસ પર અસર થઈ છે, એમ જીરાવાલાએ જણાવ્યું હતું. યુદ્ધની વિભિષિકાના કારણે પરિવહન ખર્ચમાં સીધો 10થી 20 ટકા વધારો થઈ ગયો છે. તેથી તેમનું કામ તો પહેલા અટવાયેલા માલસામાનની હેમખેમ નિકાસનું અનેતેના પછી સ્થિતિ પૂર્વવત્ થાય તેની રાહ જોવાનું છે. આના માટે તેઓ રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકારને વિનંતી કરીને આ સ્થિતિનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયત્ન કરવાની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો: યુદ્ધના લીધે ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા સાંસદ ધવલ પટેલ આગળ આવ્યા
આ પણ વાંચો: કોંગ્રેસના આગેવાન શક્તિસિંહ ગોહિલની રાજ્ય-કેન્દ્રને રજૂઆત, ગુજરાતીઓને બચાવો
આ પણ વાંચો: Rajkot News/ઇઝરાયેલ-ઈરાન જંગમાં સૌરાષ્ટ્રના હજારો પરિવારો ચિંતામાં, 15 હજાર યુવાનો અટવાયા
