Bhuj News/ ભુજમાં નિવૃત્ત મહિલા PSIને ડિજિટલ એરેસ્ટના જાળમાં ફસાવીને રૂ. 83.44 લાખની ઠગાઈ

કચ્છના ભુજમાં સાયબર ગઠિયાઓએ નિવૃત્ત મહિલા PSIને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 83.44 લાખની ઠગાઈ (Cyber ​​fraud) કરી.

Top Stories Gujarat Breaking News
Cyber ​​fraud

Bhuj News:કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે,જેમાં 60 વર્ષીય નિવૃત્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) મહિલાને સાયબર ગઠિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરીને રૂ. 83.44 લાખની બેંક ટ્રાન્સફર કરાવી લીધી છે. આ મહિલા પોલીસ ખાતામાં લાંબા સમય સુધી ફરજ બજાવી ચૂક્યા છે અને તેમની સાથે થયેલા સાયબર ફ્રોડે (Cyber ​​fraud) આ ઘટનાએ પોલીસ બેડામાં પણ ચર્ચા જગાવી દીધી છે.

નિવૃત્ત PSI રાજ્યલક્ષ્મીબેન ચિદમ્બરમ જોશી એ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા. 26 નવેમ્બર 2025ના રોજ તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કોલરે પોતાને ટ્રાય (TRAI)ના અધિકારી તરીકે ઓળખાવ્યા અને કહ્યું કે, “તમારું સીમ કાર્ડ કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે અને થોડીવારમાં તે બંધ થઈ જશે.”આ પછી ઠગોએ વાતને આગળ વધારીને કહ્યું કે તેમના કેનેરા બેંક ખાતામાં કરોડો રૂપિયાની હેરાફેરી થઈ છે અને મની લોન્ડરિંગનો (Cyber ​​fraud) ગંભીર કેસ નોંધાયો છે.

તેઓએ મહિલાને ડિજિટલ એરેસ્ટમાં રાખીને દબાણ કર્યું કે કેસના સેટલમેન્ટ માટે તેઓ જે બેંક ખાતા આપે તેમાં પૈસા ટ્રાન્સફર કરવા પડશે. પૈસા પાછા મળી જશે એવું ભરોસું આપીને તેઓએ પહેલા રૂ. 90,000 ટ્રાન્સફર કરાવ્યા.આ પછી ઠગોએ ટુકડે-ટુકડે વિવિધ બેંક ખાતાઓમાં પૈસા મોકલવાનું ચાલુ રાખ્યું અને અંતે કુલ રૂ. 83.44 લાખની રકમ પડાવી લીધી. મહિલા નિવૃત્ત PSI હોવા છતાં સાયબર ફ્રોડ (Cyber ​​fraud)ના જાળમાં ફસાઈ ગયા, જે ડિજિટલ ઠગાઈની વધતી જતી ગંભીરતા દર્શાવે છે.

નિવૃત્ત મહિલા PSI સાથે થયું સાયબર ફ્રોડ (Cyber ​​fraud)

રાજ્યલક્ષ્મીબેન જોશીએ કચ્છ પોલીસમાં લાંબી સેવા આપી છે. તેઓએ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), એલ.આઈ.બી. (Local Intelligence Bureau), પાસપોર્ટ વિભાગ તેમજ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવી છે. આવા અનુભવી અધિકારીની સાથે આવી ઠગાઈ થવી એ ચિંતાનો વિષય બન્યો છે અને પોલીસ વિભાગમાં પણ આ ઘટના વિશે ચર્ચા ચાલી રહી છે.

આ કેસમાં એક રસપ્રદ વળાંક એ આવ્યો કે થાઈલેન્ડની મિલિટરી એન્ડ સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોએ થાઈ-કમ્બોડિયન બોર્ડર પર આવેલા સુવિન પ્રાંતમાં ચાલતા આંતરરાષ્ટ્રીય ઓનલાઈન સ્કેમિંગ સેન્ટર પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી મળેલી વિગતોમાં ભુજની આ નિવૃત્ત મહિલા PSIનું નામ પણ સામેલ હતું. થાઈ એજન્સીએ આ માહિતી કચ્છના બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસને આપી, જેના આધારે પીડિતને જાણ કરવામાં આવી અને ફરિયાદ નોંધાઈ. હાલ સાયબર ક્રાઈમ પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદના ઉદ્યોગપતિને 56.52 લાખ રૂ. નુકસાન, ડિજિટલ એરેસ્ટ કરીને નકલી પોલીસ કેવી રીતે લુંટ્યો….

આ પણ વાંચો:સુરતમાં યુવાનને ડિજિટલ એરેસ્ટ કરનારા સાઇબર માફિયાને મદદરૂપ થનારાની ધરપકડ

આ પણ વાંચો:સુરતમાં ડિજિટલ એરેસ્ટનો મોટો કેસ : સીનીયર સિટીઝન પાસેથી રૂ.1,15,50,000 પડાવ્યા