રાજકોટ આમતો રંગીલું શહેર તરીકે ઓળખાય છે પરંતુ હવે આ શહેરમાં પણ દિવસે દિવસે અકસ્માત, લૂંટ ના કેસો વધતા જોવા મળી રહ્યા છે .ત્યારે આજરાજકોટમાં એક પણ એક લાશ મળવાની ઘટના બની છે. આ ઘટના શહેરના કોઠી કમ્પાઉન્ડમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ષકોને બેસવાની જગ્યામાં મળી છે.
આ પણ વાંચો : પંજાબમાં કેપ્ટન સામે પડેલા સિદ્ધુ રન આઉટ, અધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામું
ત્યાં લોખંડના વિશાળ ઘોડામાં કેબલ વાયરમાં આ લાશ લટકતી જોવા મળી હતી. આ લાશ અંદાજે ૩૦ વર્ષના યુવકની હશે તેવું જોતાં લાગે છે. આ લાશ ઘોડા પર લટકતી મળતાં સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.
આ પણ વાંચો :વિધાનસભા ગૃહમાં વિપક્ષનો હોબાળો, વેલમાં આવેલા સભ્યોને અધ્યક્ષે કર્યા સસ્પેન્ડ
આ યુવાનના માથા પર સારવારનો પાટો બાંધેલો છે અને પેટ પર ઈજાના નિશાન છે. આ મર્ડર છે કે પછી આપઘાત તેનું કારણ જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતકના ગળામાં શ્રીરામના ફોટાવાળુ લોકેટ પહેરેલુ છે. ડાબા હાથની ત્રીજી આંગળીમાં ધાતુની વીંટી પહેરેલી છે.જમણા હાથે કોણી ઉપર ત્રિશુલ દોરવેલ છે. ગ્રે કલરનું પેન્ટ પહેરેલુ છે, શર્ટ પહેર્યો નથી. બનાવ આપઘાતનો છે કે હત્યાનો? તે કારણ હજુ અકબંધ છે.
આ પણ વાંચો ;યુટ્યુબ પર વીડિયો જોઇને પોતાનું ગર્ભપાત કરી રહી હતી મહિલા, પછી થયું આવું…
