ગાંધીનગર/ વિધાનસભા ગૃહમાં વિપક્ષનો હોબાળો, વેલમાં આવેલા સભ્યોને અધ્યક્ષે કર્યા સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભાનાં ચોમાસું સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ત્યારે આજનાં દિવસે પણ ગૃહમાં હંગામો થયો હતો.

Top Stories Gujarat Others
  • વિધાનસભા ગૃહની કાર્યવાહી સ્થગિત
  • કોરોના મૃતકો મામલે ગૃહ ગાજયું
  • વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો આક્ષેપ
  • મૃતકોના સરકારી આંકડામાં વિસંગતતા
  • અધ્યક્ષે વિપક્ષના નેતાને બોલતા અટકાવ્યા
  • વિપક્ષી નેતાને અટકાવતા થયો હોબાળો
  • વિપક્ષના સભ્યો વેલમાં ધસી આવ્યા
  • વેલમાં આવેલ સભ્યોને કરાયા સસ્પેન્ડ
  • અધ્યક્ષે આજના દિવસ માટે કર્યા સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભાનાં ચોમાસું સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ત્યારે આજનાં દિવસે પણ ગૃહમાં હંગામો થયો હતો. ગૃહમાં કોરોનાનાં આંકડા મુદ્દે કોંગ્રેસે હોબાળો કર્યો હતો. દરમિયાન વિપક્ષ નેેતા પરેશ ધાનાણીએ આક્ષેેપ કર્યો હતો કે, મૃતકોનાં સરકારી આંકડામાં વિસંગતતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો – Political / જીગ્નેશ મેવાણી-કનૈયા કુમાર આજે જોડાઇ શકે છે કોંગ્રેસ પાર્ટીમાં, મળી શકે છે મોટી જવાબદારી

  • ગૃહની કાર્યવાહી પ્રશ્નોતરીકાળ સુધી મુલતવી
  • ગૃહમાં વિપક્ષના સભ્યોનો બેનર્સ સાથે વિરોધ
  • કોરોના મૃતકોને સહાય આપવા માગણી
  • સાર્જન્ટએ વિપક્ષના સભ્યોને ઘેર્યા
  • ગૃહ મુલતવી છતાં વિપક્ષનો સૂત્રોચ્ચાર
  • વિપક્ષના સભ્યો વેલમાં બેસી ગયા
  • વેલમાં બેસીને સુત્રોચાર યથાવત

આપને જણાવી દઇએ કે, વિપક્ષ નેતાએ રાજ્યમાં થયેલા મોતનાં આંકડાઓમાં વિસંગતતાને લઈને બોલવાનુ શરૂ કર્યુ ત્યારે ગૃહનાં અધ્યક્ષે તેમને બોલતા અટકાવ્યા હતા. જે બાદ ગૃહમાં હોબાળો શરૂ થઇ ગયો હતો. ત્યારબાદ વેલમાં કોંગ્રેસનાં તમામ ધારાસભ્ય ઘસી આવ્યા હતા. હાથમાં પોસ્ટરો લઈને ધારાસભ્ય વેલમાં પ્રવેશ્યા. વેલમાં આવેલા તમામ કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્યને અધ્યક્ષે આજનાં દિવસ માટે સસ્પેડ કરી દીધા હતા. ઉપરાંત ગૃહની કાર્યવાહી પ્રશ્નોતરીકાળ સુધી મુલતવી રાખી છે. આ સમગ્ર હોબાળા વચ્ચે સાર્જન્ટ ગૃહમાં પ્રવેશ્યા હતા અને તેમણે વિપક્ષનાં સભ્યોને ઘેર્યા હતા. આ દરમિયાન ધારાસભ્યો ન્યાય આપોનાં નારાઓ સાથે વિધાનસભા વેલમાં બેસી ગયા. ગૃહની કાર્યવાહી મુલતવી રાખ્યા બાદ પણ ધારાસભ્યો વેલમાં નારાઓ લગાવી રહ્યા છે.

આ પણ વાંચો – Covid-19 / કોરોના સામે જંગ જીતી રહ્યુ છે ભારત, આજે નોંધાયા માત્ર આટલા કેસ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સોમવારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ રાજ્યમાં કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવાની વિનંતી કરી હતી, પરંતુ સ્પીકર નીમાબેન આચાર્યનાં ઇનકાર પર વિરોધ પક્ષનાં ધારાસભ્યોએ વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. સરકારે પોતાના પક્ષમાં કહ્યું હતુ કે ગૃહ આ સંદર્ભે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી ચૂક્યું છે.