હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.અગાઉ, ઓક્સિજનનું સ્તર ઘટ્યા બાદ અનિલ વિજને ઓગસ્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER) માં દાખલ કરવામાં આવ્યા હતા.
Haryana Home Minister Anil Vij admitted to AIIMS in Delhi after he complained of breathing difficulties: Sources
— Press Trust of India (@PTI_News) September 28, 2021
આ પણ વાંચો :પંજાબમાં કેપ્ટન સામે પડેલા સિદ્ધુ રન આઉટ, અધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામું
આ દરમિયાન, તેમણે હોસ્પિટલમાં રોકાણ દરમિયાન જ કામ કર્યું. ત્યારે અનિલ વિજે કહ્યું હતું કે તે નથી ઈચ્છટતા કે તેમની માંદગીને કારણે કોઈ કામ બંધ થાય. હરિયાણાના ગૃહ અને આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, ‘કામ મારો જુસ્સો છે અને હું નથી ઇચ્છતો કે મારી માંદગીને કારણે કોઈ કામ અટકી જાય.’
આ પણ વાંચો :કોગ્રેસમાં જોડાયા પહેલા કનૈયા કુમારનાં પાર્ટીમાં સ્વાગત કરતા પોસ્ટરો લાગ્યા
ગૃહમંત્રી અનિલ વિજે તે પછી ટ્વીટ કર્યું હતું કે, ‘કેટલાક લોકોને મારી પીજીઆઈ ચંદીગઢમાં સારવાર દરમિયાન મારી ઓફિસની ફાઈલોનો નિકાલ કરવો ગમતો નથી. હું નથી ઈચ્છતો કે મારી માંદગીને કારણે કોઈ કામ બંધ થાય. ફાઈલો ચાલે તો સરકાર ચાલે, ફાઈલો અટકી જવાથી સરકારનું કામ પ્રભાવિત થાય છે.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી, 5 દિવસમાં 4 આતંકીઓને કરાયા ઠાર
ગયા વર્ષે કોવિડ -19 થી સંક્રમિત વિજે કહ્યું હતું કે, ‘કોરોના પછી પણ, જ્યારે હું 24 કલાક ઓક્સિજન સપોર્ટ પર હતો, ત્યારે મેં લગભગ એક મહિના સુધી મારી ચંદીગઢ ઓફિસમાં ઓક્સિજન સિલિન્ડર મૂકીને ફાઈલો બહાર કાઢીને ઓફિસનું કામ બધું કર્યું હતું. ‘
આ પણ વાંચો :યુટ્યુબ પર વીડિયો જોઇને પોતાનું ગર્ભપાત કરી રહી હતી મહિલા, પછી થયું આવું…
