નવી દિલ્હી,
પશ્ચીમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ વિરુદ્ધ ફરી હુમલો કર્યો છે. એમણે ભાજપને આતંકી સંગઠન બતાવતા કહ્યું કે અમે બીજેપી જેમ આતંકી સંગઠન નથી. તેઓ ફક્ત ક્રિશ્ચિયન અને મુસલમાનોને જ નથી લડાવી રહ્યા પરંતુ હિન્દુઓને પણ આપસમાં લડાવી રહ્યા છે. એમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે પૂરો વિપક્ષ બીજેપી વિરુદ્ધ થર્ડ ફ્રન્ટના રૂપમાં નજર આવી રહ્યો છે. અને આમાં મમતાની મુખ્ય ભૂમિકા માનવામાં આવે છે.
મમતા બેનર્જીના આ નિવેદનને 2019ની લોકસભા ચુંટણી સાથે જોડીને દેખવામાં આવી રહ્યું છે. અત્યારની હાલત જોઈએ તો ભાજપને રોકવા માટે વિપક્ષ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આજ કારણ છે કે કર્ણાટક સરકારના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન એકબીજાના વિરોધી દિગ્ગજ નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા. આ મંચ પરથી 2019 લોકસભા ચુંટણી પહેલા વિપક્ષી એકતાનો સંદેશ આપવાની કોશિશ કરવામાં આવી હતી.
We are not a militant organisation like the BJP. They are creating fights not only among Christians, Muslims but also among Hindus: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/UQgjsHnhbp
— ANI (@ANI) June 21, 2018
ત્યારબાદ વિપક્ષને એકત્ર કરવાનું કાર્ય ગતિશીલ થઇ ગયું હતું. હાલમાં જ દિલ્હી આવેલા મમતા બેનર્જીએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરીને દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગનું સમર્થન કર્યું હતું. મમતાના આ પગલાનું માર્ક્સવાદી કોંગ્રેસ પાર્ટીએ સ્વાગત કર્યું હતું. ઉપરાંત મમતાએ પોતાના વિરોધી કેરળના મુખ્યમંત્રી પી વિજયન સાથે પણ મુલાકાત કરી હતી.
ગયા રવિવારે મમતાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલની મુલાકાત પણ કરી હતી. આ એ વાતનો સંકેત છે કે સતારૂઢ ભાજપ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધનમાં શામેલ થવામાં કોંગ્રેસને રૂચી હોઈ શકે છે. મમતાએ બંગલા ભવનમાં એહમદ પટેલનું સ્વાગત કર્યું હતું.

આ મુલાકાત પર તૃણમુલ કોંગ્રેસના એક સુત્રે જણાવ્ય કે મામાતા સાથે એહમદ પટેલની મુલાકાત રાજનીતિક મહત્વ રાખે છે. કારણકે સંભવિત રીતે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ એમને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાનું કહ્યું હતું.
હાલમાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે આરએસએસને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. એમણે કહ્યું હતું કે મહાત્મા ગાંધીની હત્યા કરવા વાળો નથુરામ ગોડસેના સંઘ સાથે સંબંધ હતા. આ વિચારધારા ધ્રુણા ફેલાવે છે, ધ્રુણા હિંસા તરફ લઇ જાય છે અને હિંસા આતંકવાદ તરફ લઇ જાય છે.
