દિલ્હીમાં એક તરફ ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે, તો બીજી તરફ ગણતંત્ર પર્વની ઉજ્જવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સાથે સાથે જ અનેક બાદતોને લઇને દિલ્હી વિરોધોની પણ આજકાલ રાજધાની જોવામાં આવી રહી છે. સામે દિલ્હી પર ખતરાનાં વાદળો પણ એટલા જ મંડરાય રહ્યા હોય તેવી રીતે આતંકીઓ ભારે માત્રામાં દારુગોળો અને શસ્ત્રો સાથે પકડાઇ રહ્યા છે અને ત્યાં જ ફરી સોમવારે દિલ્હી પોલીસે અધધધ 67 પિસ્તોલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. દિલ્હી પોલીસનાં વિશેષ સેલ દ્વારા 67 પિસ્તોલ સાથે બે હથિયાર સપ્લાયરોની ધરપકડ કરવામાં આવી છે.
Delhi: Two arms suppliers with 67 pistols arrested by Delhi Police Special Cell today. More details awaited. pic.twitter.com/AcCCik5rNN
— ANI (@ANI) January 20, 2020
અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, આટલા માટા પ્રમાણમાં હથિયારો કેમ આવ્યા ? શુંં દિલ્હીમાં હથિયારોની આટલી બધી માંગ છે? કોના માટે દિલ્હીમાં હથિયારો ઠાલવવામાં આવી રહ્યા છે? કોણ નિશાના પર છે વિધાનસભાની ચૂંટણી ? વિવિધ બાબતોનાં વિરોધી કે તરફેણ કરતા ? કે પછી નિશાના પર છે ગણતંત્ર દિવસ અને ગણતંત્ર પરેડ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
