ટીવીની ફેમસ એક્ટ્રેસ દીપિકા સિંહ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે. દીપિકા સિંહે માત્ર તેના અભિનયથી લોકોનું દિલ જીત્યું નથી, પરંતુ તે તેના ડાન્સથી પણ તેમનું દિલ જીતી રહી છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ધ્વની ભાનુશાળીના ગીત ‘નયન’ પર પિંક વેસ્ટર્ન ડ્રેસ પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો દીપિકા સિંહે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં એક લાખ 25 હજારથી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે.
View this post on Instagram
ધ્વની ભાનુશાળીના સોંગ પર ડાન્સ કરતી વખતે દીપિકા સિંહની સ્ટાઈલ અને અંદાજ ખરેખર જોવા યોગ્ય છે. તેણે આ વિડીયોને રોઝ ડે પર શેર કર્યો અને લખ્યું, “કેમ કે તમે બધા મારા માટે ખૂબ જ ખાસ છો, મારા તરફથી તમને બધાને રોઝ ડેની ખૂબ ખૂબ શુભેચ્છા. વીડિયોમાં દીપિકા સિંહનો લુક પણ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.
View this post on Instagram
પિંક કલરના ડ્રેસમાં તેની સ્ટાઇલ પણ જોવા જેવી છે. આપને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે દીપિકા સિંહે પોતાના વીડિયો સાથે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ પહેલા પણ અભિનેત્રી તેના ઘણા ડાન્સ વીડિયો વિશે ચર્ચામાં રહી છે.
View this post on Instagram
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
