Education/ શહેરની 65 શાળાઓએ નિયમ કરતાં વધુ ફી વસૂલી, જિલ્લા શિક્ષણાધિકારીની લાલ આંખ, કહ્યું…

શહેરની 65 શાળાઓએ નિયમ કરતાં વધુ ફી વસૂલી, જિલ્લા શિક્ષણાધિકારીની લાલ આંખ, કહ્યું…

Ahmedabad Gujarat
  • વધુ લીધેલી ફી વાલીને પરત કરવા આદેશ
  • 17 શાળાઓએ ફી પરત કરી
  • 65 શાળાઓએ વધારાની 2 કરોડ થી વધુ ફી વસૂલી

@અરુણ શાહ, અમદાવાદ 

ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થા દ્વારા વાજબી ફી ધોરણ રાખવા સરકારે ઐતિહાસિક ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરી ખાસ કાયદાનો અમલ કર્યો છે. પરંતુ અમદાવાદમાં અનેક શાળા સંચાલકો સરકારના આ કાયદાનો અમલ કરવાના સ્થાને ઘોળીને પી જતાં સરકારના આદેશથી શૈક્ષણિક સંસ્થા સામે શિક્ષણવિભાગે લાલ આંખ કરી છે. અને 6 વર્ષમાં વધારાની લીધેલી રૂપિયા 2 કરોડ કરતાં વધુ રકમની ફી પરત કરવાના આદેશ કર્યા છે.

ગુજરાતમાં ફીનું ધોરણ નિયંત્રિત રાખવા સરકારે ફી રેગ્યુલેટરી કમિટી ( એફઆરસી) ની રચના કરી છે. જેમાં એફઆરસી નિર્ધારિત ધોરણ મુજબ જ સંચાલકો ફી વસૂલી શકે છે. જો સંસ્થા વધુ ફી વસૂલવા ઇચ્છતી હોય તો તેઓએ સાંયોગિક પુરાવા અને કારણ સાથે એફઆરસીને રજૂઆત કરવી ફરજીયાત છે. એફઆરસી મંજૂરી આપે ત્યારબાદ જ વધારાની ફી વસૂલી શકે છે. દરમિયાન અમદાવાદમાં એફઆરસીના આ નિયમનો 65 શૈક્ષણિક સંસ્થાઓએ ભંગ કર્યો હોવાની માહિતી એકાઉન્ટન્ટ જનરલ (એજી)ના તપાસ અહેવાલમાં બહાર આવી છે. વર્ષ-2012-13 થી શરૂ કરીને વર્ષ-2018-19 સુધીના 6 વર્ષ દરમિયાન એફઆરસીના નિર્ધારિત ફી ધોરણનું ઉલ્લંઘન કરીને શૈક્ષણિકસંસ્થાઓએ 2 કરોડ 2 લાખ કરતાં વધુ ફી વસૂલી છે.

Image result for school fee

જો કે 65 પૈકી 17 શૈક્ષણિકસંસ્થાઓએ નિર્ધારિત કરતાં વધુ વસૂલ કરેલી ફી વિદ્યાર્થીઓના વાલીને પરત પણ કરી છે. પરંતુ આજની સ્થિતિએ 48 શૈક્ષણિક સંસ્થાઓ હજી સક્રિય બની નથી.  48 સંસ્થા સામે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ પાઠવીને 2 દિવસમાં ફી પરત કરવાની કડક સૂચના આપી છે. એકંદરે વિદ્યાર્થી અને વાલીના હિતમાં શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે.

Image result for school fee

ત્યારે હવે વધારાની ફી પરત નથી કરી એ શૈક્ષણિકસંસ્થાના વલણ પર સૌની નજર રહેશે. જો 2 દિવસમાં ફી પરત નહીં કરે તો શિક્ષણવિભાગને આગળ કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે. સંચાલકોના નિર્ણય ઉપર સૌની મીટ મંડાયેલી રહેશે.

ધર્મ વિશેષ / વસંત પંચમી : શું તમે વાણી દોષથી પરેશાન છો ? માતા સરસ્વતીની આ સ્તુતિનો જાપ કરો

covid19 / છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 3.70 લાખથી વધુ નવા કેસો, 12 હજારથી વધુ લોકોનાં મોત

keshod / મુસ્લિમ પરિવાર બનશે હિંદુ , મુસ્લિમ પરિવારે હિન્દુ ધર્મમાં પરિવર્તિત થવા કરી અરજી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ