Not Set/ live: PM એ કેમ છો કહીને સંબોધનની કરી શરૂઆત

અમદાવાદ, દેશના વડાપ્રધાન પીએમ મોદી ગુરુવારે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ અને સાયન્સનું ઉદ્ઘાટન કર્યું. આ એસવીપી હોસ્પિટલમાં દુનિયાની વર્લ્ડ ક્લાસ સગવડતાઓ છે. એટલું જ નહી પરંતુ આ હોસ્પિટલ ભારતની પ્રથમ ડીજીટલ પેપરલેસ હોસ્પિટલ છે. શુક્રવારથી વાઈબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૧૯ પણ શરુ થવા જઈ રહી છે. પી.એમ નરેન્દ્રભાઈ મોદી નું જાહેરસભા સંબોધન https://t.co/pXTvUcLoFU — Mantavya News (@Mantavyanews) […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

દેશના વડાપ્રધાન પીએમ મોદી ગુરુવારે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ અને સાયન્સનું ઉદ્ઘાટન કર્યું. આ એસવીપી હોસ્પિટલમાં દુનિયાની વર્લ્ડ ક્લાસ સગવડતાઓ છે. એટલું જ નહી પરંતુ આ હોસ્પિટલ ભારતની પ્રથમ ડીજીટલ પેપરલેસ હોસ્પિટલ છે. શુક્રવારથી વાઈબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૧૯ પણ શરુ થવા જઈ રહી છે.

 

વીએસ હોસ્પિટલના ઉદ્ધાટન સમારોહમાં સંબોધન બાદ વડાપ્રધાન મોદી શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કર્યું હતું. અહીં તેઓએ વિવિધ સ્ટોલની મુલાકાત લઇને માહિતી મેળવી હતી.

આપ સર્વેને નવા વર્ષની શુભકામનાઓ: PM મોદી

કાલથી નવો ઉત્સવ શરૂ થવાનો છે.

સરદાર સાહેબ સ્વચ્છતા અને સ્વાસ્થ્યના આગ્રહી હતા

સરદાર સાહેબ જ્યાં હશે ત્યાં તેમની આત્માને અવશ્ય શાંતિ મળશે: PM

સરદાર સાહેબના આશીર્વાદ આપણને મળતા રહેશે: PM

સરદાર સાહેબ સ્વચ્છતા અને સ્વાસ્થ્યના આગ્રહી હતા, સરદાર સાહેબ જ્યાં હશે ત્યાં તેમની આત્માને અવશ્ય શાંતિ મળશે. સરદાર સાહેબના આશીર્વાદ આપણને મળતા રહેશે. સામાન્ય માનવી માટે આ સુવિધાઓનું ખુબ જ મહત્વ છે. AMC અભિનંદનને પાત્ર છે.આધુનિકતા અને પર્યાવરણનું પણ ધ્યાન રખાયું છે. હોસ્પિટલમાં હેલીપેડની પણ સુવિધા ઉપલબ્ધ છે. લોકો પહેલા સરકારી હોસ્પિટલમાં જતા ડરતા હતા, આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાનારી વધુ એક હોસ્પિટલ. ગરીબોને વિશ્વાસ મળ્યો છે કે બીમારીમાં સરકાર તેમની સાથે છે. હેલ્થ સેકટરને વધુ મજબૂતી મળશે.

પીએમ મોદીએ હાલમાં જ દેશમાં આર્થિક રીતે પછાત ગરીબ પરિવારને 10 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. હું ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું કે તેઓએ સૌથી પહેલા નવો કાયદો રાજ્યમાં લાગુ કર્યો.

સાથે તેઓએ જણાવ્યું કે હું સ્પષ્ટ કહું છું કે 10 ટકા અનામત અન્ય વર્ગોને મળતી અનામતની ટકાવારી સાથે છેડછાડ કર્યા વગર આપવામાં આવી છે. આવું થવાથી સામાજિક સમરસતા વધશે.

પ્રજાની સુખાકારી માટે બની આ હોસ્પિટલ: CM

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારથી જ અમદાવાદને વર્લ્ડ ક્લાસ શહેર બનાવવા માટે કાર્યરત હતા. અમદાવાદને રિવરફ્રન્ટ, હોસ્ટિપટલ, હાઇવે વગેરે નરેન્દ્ર મોદીજીના વિઝનને કારણે સાકાર થયું છે.

રિવરફ્રન્ટ પણ મોદી સાહેબની દેન છે: નીતિન પટેલ

વડાપ્રધાન મોદી અધ્યતન વીએસ હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ સભા સ્થળે જવા રવાના થયા છે, થોડીવારમાં તેઓ સભા સંબોધશે.

હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યા બાદ પીએમ મોદીએ હોસ્પિટલની છત પર લટાર મારી હતી અને અમદાવાદનું નિરિક્ષણ કર્યું હતું, પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતેની વીએસ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં સરદાર પટેલ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર છે.

અમદાવાદના મ્યુનીસીપલ કમિશનર વિજય નેહરાએ બુધવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે વીએસ હોસ્પિટલનો ડોક્ટરનો સ્ટાફ એસવીપી હોસ્પિટલમાં નથી લાવવામાં આવ્યો. એસવીપી હોસ્પિટલ માટે યોગ્ય નવા જ ડોક્ટરની પસંદગી કરવામાં આવી છે અને આ હોસ્પિટલ અધ્યતન સુવિધાઓથી સજ્જ છે.

5 હજાર પોલીસ જવાનો તૈનાત

1 એડિશનલ ડીજી, 5 આઈજી અને ડીઆઈજી સહિત 5 હજાર પોલીસ જવાનો તૈનાત કરાયા છે. પીએમ મોદીની સુરક્ષાને લઈને સમગ્ર રૂટ પર રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં ક્રાઈમબ્રાન્ચ, એટીએસ, બીડીડીએસ, એસપીજી સહિતનાં અધિકારીઓએ હાજર આપી હતી તેમજ તમામ બંદોબસ્તની સમીક્ષા કરી હતી.