Surat News:સુરત (Surat)માં હીરા ઉદ્યોગ (Diamond industry)ને બદનામ કરનાર હીરાનાં વેપારીને પાસા (PASA) હેઠળ સજા કરાઈ છે. આરોપી સુનિલ અજબાણીને સુરત, કોલકાતા, મુંબઈ વગેરેમાં હીરા અને માલ લઈને ભાગી જવાની મોડસ ઓપરેન્ડીના આધારે ગુના નોંધાયા હતા.
સુરત શહેરમાં મૂળ બનાસકાંઠાનાં ધાનેરાનો અને હાલ મુંબઈનાં BKCમાં રહેતો હીરાનો વેપાર કરતો આરોપી સુનીલ શાહ (અજબાણી)ને સુરત પોલીસ (Surat Police)ની આકરી કાર્યવાહી બાદ પાસા હેઠળ ધકેલાતા હીરાબજારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ પ્રથમ કિસ્સો છે જેમાં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોય. સુનિલ અજબાણી નાના મોટા વેપારીઓ પાસેથી લાખો રૂપિયાના હીરા અને કિંમતી માલ લઈને ભાગી જતો હતો, બાદમાં તેના પરિવારજનો ગુમ થયાની ફરિયાદ નોંધાવતા હતા. જેથી ઉધાર ઓછું થાય. બાદમાં આરોપી માલ વેચીને કમાયેલા રૂપિયા સગાઓને વહેંચી દેતો હતો. થોડા સમય બાદ ખુદ મુંબઈ પાછો ફરતો હતો, જેથી શંકાને સ્થાન ન રહે.
પોલીસ માહિતી અનુસાર, મુંબઈમાં બીકેસી (BKC)માં આ જ રીતની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એટલું જ નહીં 2013માં કોલકાતામાં ફરિયાદ નોંધાવાઈ હતી. ત્યારે મોડસ ઓપરેન્ડીનાં આધારે પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ સુનીલ અજબાણીની અટકાયત કરવામાં આવી છે. સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદનાં આધારે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કરી હીરા ઉદ્યોગને બદનામ કરનાર આરોપીને અમદાવાદ જેલ હવાલે કરાયો છે.
આ પણ વાંચો:સુરતમાં હીરાનાં 7 વેપારીઓ 3.14 કરોડની છેતરપિંડીનો બન્યા ભોગ
આ પણ વાંચો:Golconda Blue Diamond: પ્રથમ વખત હીરાની થશે હરાજી, રાજવી પરિવારોનું છે ખાસ કનેક્શન
આ પણ વાંચો:US-દુબઈમાં પાતળા હીરાની માગ વધતા ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં ખુશી
