મંતવ્ય ન્યૂઝ,
રાજ્યમાં હાલમાં સૌથી ચર્ચાસ્પદ કિસ્સો ગણાતાં ગુજરાતનાં રાજકારણમાં પબુભા માણેકની ચૂંટણી રદ્દ થવા મામલે તેમનો નિર્ણય હાઇકોર્ટમાં આવી ગયો છે. જો કે સૌથી ચોંકાવનારો અહેવાલ મંતવ્ય ન્યૂઝ પ્રસારિત કરી રહ્યું છે. જેમાં એક અહેવાલ અનુસાર હજુ 20 ધારાસભ્યો સામેની પિટિશન ઉપર નિર્ણય આવી શકે છે. ભાજપના 16 ધારાસભ્યો સામે હાઇકોર્ટમાં પિટિશન થયેલી છે. તો બીજી બાજુ કોંગ્રેસના ચાર ધારાસભ્ય સામે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
ભાજપનાં દિગ્ગજ નેતાઓની વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામેનાં કેસમાં ટૂંક સમયમાં નિર્ણય આવી શકે છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત સૌરભ પટેલ અને બાબુ બોખીરીયાની જીત સામે પણ પડકાર થયો છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સી.જે.ચાવડા અને કિરીટ પટેલ સામે પણ જીતને પડકારતી સુનાવણી ચાલી રહી છે. દ્વારકામાં હાઇકોર્ટના વલણ બાદ રાજકીય ક્ષેત્રે હલચલ વધી ગઇ છે. જેને લઇને હવે જો આ ધારાસભ્યો અને દિગ્ગજોની પિટીશન અંગે નિર્ણય આવે તો રાજકીય હલચલ તેજ થાય તેવી પુરી શકયતા છે.
