Gandhinagar News: ગુજરાત સરકારે ઉંદર સહિતના નાના જીવોને પકડવા માટે ઉપયોગમાં લેવાતા ‘ગ્લુ ટ્રેપ’ (Glue Trap Ban) પર સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. હવે રાજ્યમાં ગ્લુ ટ્રેપ (Glue Trap Ban)નું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ ગેરકાયદેસર ગણાશે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ બાદ વેપારીઓ, સંસ્થાઓ તેમજ સામાન્ય નાગરિકો માટે આ પ્રકારના ટ્રેપનો ઉપયોગ કરવા પર રોક લગાવવામાં આવી છે.
પ્રાણીઓને થતી પીડાને કારણે સરકારે લીધો નિર્ણય
ગ્લુ ટ્રેપ (Glue Trap Ban)માં ખૂબ જ મજબૂત અને ન સુકાતું ગુંદર લગાવવામાં આવે છે. જ્યારે ઉંદર અથવા અન્ય કોઈ નાનું પ્રાણી કે પક્ષી તેમાં ફસાઈ જાય છે ત્યારે બહાર નીકળવાના પ્રયાસમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી શકે છે.લાંબા સમય સુધી ગુંદર સાથે ચોંટેલા રહેવાના કારણે પ્રાણીઓને ભૂખ, તરસ, ગૂંગળામણ અને ઈજાઓને કારણે પીડાદાયક સ્થિતિનો સામનો કરવો પડે છે. સરકારના જણાવ્યા મુજબ આ પદ્ધતિ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા સમાન છે.
પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ કાર્યવાહી
સરકારે જણાવ્યું છે કે ગ્લુ ટ્રેપ (Glue Trap Ban)નો ઉપયોગ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960ની જોગવાઈઓનું ઉલ્લંઘન ગણાઈ શકે છે.ભારતીય પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા પણ ગ્લુ ટ્રેપને અમાનવીય પદ્ધતિ ગણાવી તેના ઉપયોગ સામે માર્ગદર્શિકા આપવામાં આવી છે.
ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ દૂર થશે વેચાણ
ગ્લુ ટ્રેપ (Glue Trap Ban)ના વેચાણ પર રોક લાગ્યા બાદ હવે સરકારી ખરીદી માટેના GeM પોર્ટલ તેમજ અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ તેની લિસ્ટિંગ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.આ ઉપરાંત સરકારી વિભાગો, બોર્ડ, કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પણ ગ્લુ ટ્રેપ ખરીદવા કે તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી
રાજ્ય સરકારના આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગ્લુ ટ્રેપનું ઉત્પાદન કરવું, વેચાણ કરવું, સ્ટોક રાખવો અથવા તેનો ઉપયોગ કરવો હવે ગુનાહિત કાર્યવાહી હેઠળ આવી શકે છે.ફરિયાદ મળ્યા બાદ જિલ્લા પોલીસ તેમજ SPCA (Society for Prevention of Cruelty to Animals) દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
વેપારીઓએ તાત્કાલિક સ્ટોક હટાવવો પડશે
સરકારના નિર્ણય બાદ વેપારીઓએ પોતાની દુકાન, ગોડાઉન અથવા અન્ય સ્થળે રાખેલો ગ્લુ ટ્રેપનો જથ્થો વેચાણ માટે રાખી શકશે નહીં. ગ્લુ ટ્રેપના ખરીદ-વેચાણ અને સંગ્રહ પર તાત્કાલિક અસરથી રોક લાગુ કરવામાં આવી છે.
Glue Trap Ban: ઉંદર નિયંત્રણ માટે વૈકલ્પિક પદ્ધતિ અપનાવવા અપીલ
સરકારે નાગરિકોને ઘર, ઓફિસ, દુકાન કે ફેક્ટરીમાં ઉંદર નિયંત્રણ માટે ગ્લુ ટ્રેપનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે.તેના બદલે પાંજરા જેવા માનવીય ઉપાયો તેમજ કાયદેસર રીતે માન્ય વૈજ્ઞાનિક અને નોન-લેથલ પદ્ધતિઓ અપનાવવા સૂચન કરવામાં આવ્યું છે.ગુજરાતમાં હવે ગ્લુ ટ્રેપ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર કાયદેસર પ્રતિબંધ લાગુ થઈ ગયો છે.
આ પણ વાંચો:બેકરીમાં કેક કાઉન્ટર પર મરેલો ઉંદર લટકતો દેખાયો
આ પણ વાંચો:માર્યા વિના ઉંદરને ભગાડવાનો આ છે રામબાણ ઇલાજ…કિચનની આ વસ્તુઓ વાપરીને આ ટિપ્સ અજમાવો…
આ પણ વાંચો:ગુજરાતના ‘ઉંદર’ ડ્રગ્સના રવાડે? 12 વર્ષમાં પકડાયેલું 35% ડ્રગ્સ ગાયબ; પોલીસ કહે છે- ‘ઉંદર ખાઈ ગયા’
