X Down: એલોન મસ્કની માલિકી ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે Twitter)માં સોમવારના રોજ અચાનક ટેકનિકલ ખામી સર્જાતા હજારો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વભરના અનેક યુઝર્સે પ્લેટફોર્મ એક્સેસ કરવામાં સમસ્યા અનુભવતા સોશિયલ મીડિયા અને ડિજિટલ સેવા ટ્રેકિંગ વેબસાઇટ્સ પર ફરિયાદો નોંધાવી હતી.
ડિજિટલ આઉટેજ ટ્રેક કરતી વેબસાઇટ DownDetector અનુસાર, સોમવાર સવારે થોડા જ સમયમાં 25,000થી વધુ યુઝર્સે X (X Down)ની સેવાઓમાં ખામી હોવાની જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ સવારે આશરે 9:30 વાગ્યા (Eastern Time) પછી ફરિયાદોની સંખ્યા ઝડપથી વધવા લાગી હતી.
X Down: સર્વર ડાઉન થતાં હજારો યુઝર્સ પ્રભાવિત
યુઝર્સને X એપ (X Down) અને વેબસાઇટ બંને પર પોસ્ટ લોડ થવામાં, ફીડ રિફ્રેશ કરવામાં તેમજ લોગિન પ્રક્રિયામાં મુશ્કેલી અનુભવાઈ હતી. કેટલાક યુઝર્સે પ્લેટફોર્મ સંપૂર્ણપણે બંધ હોવાનું પણ જણાવ્યું હતું.
હાલ સુધી X (X Down)તરફથી આ ટેકનિકલ ખામી અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, કંપનીની ટેકનિકલ ટીમ દ્વારા સમસ્યાના કારણો શોધી તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન પણ X પ્લેટફોર્મ (X Down)ને સમયાંતરે ટેકનિકલ અવરોધો અને સર્વર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ તાજી ખામીના કારણે વિશ્વભરના લાખો યુઝર્સ થોડા સમય માટે અસરગ્રસ્ત બન્યા હતા.
ટેક્નોલોજી નિષ્ણાતોના મતે, મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ક્યારેક સર્વર ઓવરલોડ, નેટવર્ક સમસ્યા અથવા સિસ્ટમ અપડેટ દરમિયાન આવી પ્રકારની ખામીઓ સર્જાઈ શકે છે. Xની સેવાઓ સંપૂર્ણપણે ક્યારે સામાન્ય બનશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો:સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ડાઉન, પોસ્ટ કરવામાં આવી રહી છે સમસ્યા
આ પણ વાંચો:ઓનલાઇન પ્લેટફોર્મનો ભયાનક કાળો ચહેરો: યુવતીઓનો શરમજનક શોષણ!
આ પણ વાંચો:મેટાની નવી ‘ફોરમ’ એપ લોન્ચ,ફેસબુક ગૃપ્સ માટે રેડિટ જેવી ચર્ચા પ્લેટફોર્મ
