Rajkot News : રાજકોટમાં વધુ એક ફેક્ટરી ભીષણ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. જેમાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ રૂડા ટ્રાન્સપોર્ટ વિસ્તારની બાજુમાં આવેલ દિવેલીયા વિસ્તારમાં આવેલી શેમ્પુ બનાવતી ફેકટરીમાં બપોરના 12 વાગ્યે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
ત્યાર બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અલગ અલગ ફાયરની 3 ટીમની મદદથી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહી છે.
અંદરના ભાગે કેમિકલ પણ હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.કેમિકલને કારણે આગ વધુ વિકરાળ બની હતી. 5 કિલો મીટર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા.
આ પણ વાંચો:ડીસામાં ઘી ના ભેળસેળીયા વેપારી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ત્રાટક્યુ
આ પણ વાંચો:ડીસા અને રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 38ને પાર, જાણો રાજ્યમાં કેવું છે હવામાન?
આ પણ વાંચો:ડીસામાં 46 લાખની લૂંટમાં 250 CCTV ચકાસી અંતે 7 શખ્સો ઝડપી લેવાયા, 6 મહિના કરી હતી રેકી