Not Set/ #KarnatakaByElection2018 : ભાજપના વળતા પાણી, પાંચમાંથી ૪ બેઠકો પર કોંગ્રેસ-JD(S)નો થયો વિજય

બેંગલુરુ, કર્ણાટકમાં યોજાયેલી ૩ લોકસભા અને ૨ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બેલ્લારી અને જામખંડીમાં કોંગ્રેસને જીત મળી છે, જયારે માંડ્યા લોકસભા અને રામનગર બેઠક પર જેડીએસને વિજય મેળવવામાં સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની ૫ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ૬૭ ટકા વોટિંગ થયું હતું. […]

Top Stories India Trending

બેંગલુરુ,

કર્ણાટકમાં યોજાયેલી ૩ લોકસભા અને ૨ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બેલ્લારી અને જામખંડીમાં કોંગ્રેસને જીત મળી છે, જયારે માંડ્યા લોકસભા અને રામનગર બેઠક પર જેડીએસને વિજય મેળવવામાં સફળતા મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની ૫ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ૬૭ ટકા વોટિંગ થયું હતું. આ પેટાચૂંટણીમાં કુલ ૩૧ ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી ભાજપના ૫, કોંગ્રેસના ૩ અને જેડીએસના બે તેમજ ૨૧ નિર્દલીય ઉમેદવાર હતા.

LIVE રિઝલ્ટ : 

જામખંડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના એ.એસ ન્યામગોઉડાએ ૩૯૪૮૦ વોટથી જીત મેળવી છે.

રામનગરમાં જેડીએસના અનિતા કુમાસાસ્વામીએ ૧૦૯૧૩૭ મતોથી વિજય મેળવ્યો છે.

શિમોગામાં ભાજપના બી વી રાઘવેન્દ્રને મળ્યા ૩૨૫૬૩ વોટથી આગળ

બેલ્લારી બેઠક પર કોંગ્રેસના વી એસ ઉગ્રેપા ૧૫૧૦૬૦ વોટથી આગળ

મંડ્યા બેઠક પર એલ આર શિવરામેગોડાને ૭૬૯૫૨ વોટથી આગળ