Ajab Gajab News: ચામાચિડિયા પોતાના શરીરમાં એવા-એવા વાયરસ (Bats Viruses) સંઘરીને બેઠા હોય છે જે મનુષ્યો અને અન્ય પ્રાણીઓ (Humans & Animals)માં ગંભીર બીમારી પેદા કરી શકે છે. આમ છતાંયે એ ક્યારેય ગંભીર રોગનો શિકાર થતા નથી! શું છે આની પાછળનું રહસ્ય? ચાલો જાણીએ…
ચામાચિડિયા વાયરસથી બીમાર કેમ નથી પડતા?(Why Bats do not get sick from Bats Viruses)
વૈજ્ઞાનિકોને એક પ્રશ્ન હજુ પણ સતાવી રહ્યો છે કે, આ સસ્તન પ્રાણી પોતાના શરીરમાં વાયરસ શી રીતે સંઘરી શકે છે જે માણસો અને અન્ય પ્રાણીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે! નવાઈની બાબત તો એ છે કે, આમ હોવા છતાંયે એ કદી ગંભીર રીતે રોગ (Disease)નો ભોગ નથી બનતા! આ અંગે હજુયે રિસર્ચ ચાલી રહ્યા છે. ‘સાયન્સ ડેઇલી’માં જાહેર થયેલા એક રિપોર્ટ અનુસાર, ‘ટુલેન યુનિવર્સિટી’ના સંશોધકોએ ‘સ્ટૅનફોર્ડ યુનિવર્સિટી’ અને અમેરિકા (America)ના ‘સેંટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન’ના વિશેષ તજજ્ઞો સાથે મળીને આ સવાલના એક મહત્વપૂર્ણ અંશનું સંશોધન કર્યુ છે.

ચામાચિડિયાની અનોખી ઈમ્યૂન સિસ્ટમ (Bats Immune System)
‘સાયન્સ એડવાન્સીઝ’ માં પ્રકાશિત એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ચામાચિડિયાના સૌથી મોટા પરિવારમાં એન્ટીબૉડી બનાવનારા જીન્સની બે જુદી-જુદી કોપીઝ (Jeans Antibody Copies) હોય છે. એન્ટીબૉડી શરીરની પ્રતિરક્ષા પ્રણાલી (Immune System)નો એક ભાગ છે. અન્ય સ્તનધારી જીવો (Mammals)માં આ જીનની કેવળ એક જ કોપી જોવા મળે છે. ઉડવા દરમિયાન ચામાચિડિયાને ઊર્જાની ખૂબ જરુર પડતી હોય છે. એના સંલગ્ન થયેલા કેટલાક પરિવર્તનો એના શરીરની કોશિકાઓ પર પડનારા દબાણ અને સોજાને બહેતર રીતે નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

ચામાચિડિયાના વાયરસ અને માનવ સ્વાસ્થ્ય (Bats Viruses & Human Health)
ભારત અને વિશ્વના અગ્રણી પશુ ચિકિત્સકો (veterinarians)ના મતે, આ સસ્તન પ્રાણી વાયરસથી પૂર્ણ રીતે સુરક્ષિત નથી હોતા. જો કે, એમની કેટલીક પ્રજાતિઓએ કેટલાક વાયરલ સંક્રમણો (Viral Infections) સહન કરવાની ક્ષમતા વિકસાવી છે. સંક્રમણ થયા બાદ પણ એમનામાં ગંભીર રોગના લક્ષણો દેખાતા નથી હોતા. આ સસ્તન પ્રાણીની ઈમ્યૂન સિસ્ટમ વાયરસને ઓળખીને એને નિયંત્રિત કરી શકે છે અને સાથોસાથ શરીરમાં ઉત્પન્ન થનારા સોજાને પણ કાબૂમાં રાખે છે.

ચામાચિડિયામાં રહેલા વાયરસ (Viruses Carried by Viruses)
ઉડવા દરમિયાન એને ઊર્જાની ખૂબ જરુર પડતી હોય છે. એના સંલગ્ન થયેલા કેટલાક પરિવર્તનો એના શરીરની કોશિકાઓ પર પડનારા દબાણ અને સોજાને બહેતર રીતે નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત, લાંબા સમયથી કેટલાક વાયરસ સાથે રહેવાના કારણે આ સસ્તન પ્રાણી અને એ વાયરસ વચ્ચે એક એવો સંબંધ વિકસિત થયો હોઈ શકે છે જેમાં એમના શરીરમાં વાયરસ હાજર રહેવા છતાંયે ગંભીર રુપે બીમાર નથી પડતા!
જો કે, કેટલાક વાયરસ એનામાં પણ કેટલાક વાયરસ બીમારી અને મોત (Death)નું કારણ બની શકે છે. એની અસરો ચામાચિડીયાની પ્રજાતિ (Bats Species) અને વાયરસના પ્રકાર પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે. આ સસ્તન પ્રાણી વાયરસ સામે લડવા ઉપરાંત, શરીરમાં થનારા સોજાને પણ નિયંત્રિત કરી શકે છે.

ચામાચિડિયાના શરીરની પ્રતિરક્ષા પ્રણાલી (Bats Immunity Against Viruses)
ચામાચિડિયા પોતાના શરીરમાં કેટલાયે વાયરસ રાખી શકે છે પણ એ ગંભીર રુપથી બીમાર પડતા નથી. જ્યારે એમના શરીરમાંથી કોઈ વાયરસ અન્ય પ્રજાતિમાં પહોંચે છે ત્યારે એ નવા જીવના શરીરમાં ચામાચિડિયા જેવી સુરક્ષા હોતી નથી આથી ત્યાં સંક્રમણ વધારે ગંભીર હોઈ શકે છે.
ચામાચિડિયામાં મળી આવતા કેટલાક વાયરસ માણસોને તાવ, શ્વાસ લેવામાં મુશ્કેલી, સોજા, મગજ અને તંત્રિકા તંત્ર સંલગ્ન સમસ્યાઓ અને ગંભીર બીમારી ઉત્પન્ન કરી શકે છે. કેટલાક સંક્રમણો સંક્રમિત પ્રાણીઓ, એમની લાળ, પેશાબ અથવા શરીરના અન્ય પદાર્થોના સીધા જ સંપર્કમાં આવવાથી પણ ફેલાઈ શકે છે. જો કે, ફક્ત ચામાચિડિયાની આસપાસ રહેવા માત્રથી કોઈ વ્યક્તિને ચેપ લાગી જ જાય એવું જરુરી નથી!
ચામાચિડિયા દ્વારા ફેલાતા વાયરસના સંપર્કમાં આવવાથી અન્ય પ્રાણીઓ પણ સંક્રમિત થઈ શકે છે. જો કે, બીમારી કેટલી ગંભીર હશે એ વિશે દરેક પ્રજાતિમાં વિભિન્નતા જોવા મળે છે. કેટલાક પ્રાણીઓમાં સંક્રમણના હળવા લક્ષણો દેખાઈ શકે છે જ્યારે કેટલાકમાં ગંભીર બીમારી (Fatal Disease) ઊભી થઈ શકે છે જે જીવલેણ પણ નીવડી શકે છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
