Not Set/ Exit Poll Madhya Pradesh 2018 LIVE: ABP ના એક્ઝિટ પોલ અંતર્ગત મ.પ્ર.માં 15 વર્ષ બાદ કોંગ્રેસની વાપસી

પોલિટિકલ ડેસ્ક: દેશની જાણીતી ન્યૂઝ ચેનલ ABP દ્વારા જાહેર કરવામાં આવેલ એક્ઝિટ પોલ અંતર્ગત કોંગ્રેસ 15 વર્ષ બાદ ફરીથી સત્તામાં આવતી જોવા મળી રહી છે.    એબીપી (લોક્નીતિ–સીએસડીએસ)ના એક્ઝિટ પોલના આંકડાઓ મુજબ કોંગ્રેસ 10 ટકાના મત વધારા સાથે સત્તા ઉપર આવતી જોવા મળી રહી છે. આ આંકડાઓને અનુલક્ષીને મધ્ય પ્રદેશની ૨૩૦ બેઠકોમાંથી કોંગ્રેસને 126 બેઠકો […]

Top Stories India Trending Politics
Congress Return after 15 years in Madhya Pradesh According to ABP's exit poll

પોલિટિકલ ડેસ્ક: દેશની જાણીતી ન્યૂઝ ચેનલ ABP દ્વારા જાહેર કરવામાં આવેલ એક્ઝિટ પોલ અંતર્ગત કોંગ્રેસ 15 વર્ષ બાદ ફરીથી સત્તામાં આવતી જોવા મળી રહી છે. 

 

એબીપી (લોક્નીતિ–સીએસડીએસ)ના એક્ઝિટ પોલના આંકડાઓ મુજબ કોંગ્રેસ 10 ટકાના મત વધારા સાથે સત્તા ઉપર આવતી જોવા મળી રહી છે. આ આંકડાઓને અનુલક્ષીને મધ્ય પ્રદેશની ૨૩૦ બેઠકોમાંથી કોંગ્રેસને 126 બેઠકો મળતી જોવા મળી રહી છે. જયારે સત્તાધારી બીજેપીને  94 બેઠકોમળતી  દર્શાવવામાં આવી રહી છે. જયારે અન્ય પક્ષોને 10 બેઠક મળી શકે છે.

એબીપી એક્ઝિટ પોલના આંકડા અનુસાર મધ્ય પ્રદેશમાં બીજેપીને ૪૦ ટકા મતો મળી રહ્યા છે. જયારે તેની સામે કોંગ્રેસ ૧૦ ટકાના વધારા સાથે 43 ટકા મતો મળી રહ્યા છે. જેની સામે અન્ય પક્ષોને 17 ટકા મત મળી રહ્યા છે.

મધ્ય પ્રદેશ ૨૩૦ બેઠકો

BJP    Congress      Other

94     126    10

અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ વિધાનસભાની ૨૩૦ બેઠકો માટે સરકાર બનાવવા માટે ૧૧૬ બેઠકો જરૂરી છે. પરંતુ આ ચૂંટણી એક્ઝિટ  પોલ અંતર્ગત કોંગ્રેસ 126 બેઠકો સાથે સરકાર બનાવશે તેવા સંકેતો સામે આવી રહ્યા છે.