2018 વિધાનસભાની ચુંટણી માટે દેશનાં બે રાજ્યોમાં આજે સવારથી મતદાન શરુ થઇ ગયું હતું. રાજસ્થાન વિધાનસભા ચુંટણીમાં કુલ 2,274 ઉમેદવારો ચુંટણી લડવા માટે ઉભા છે. રાજસ્થાન રાજ્યમાં 4.7 કરોડ મતદાતાઓ છે. રાજસ્થાનમાં 1 વાગ્યાસુધીમાં 41.53 % મતદાન થયું છે. તેલંગાણામાં 11 વાગ્યા સુધીમાં 23.4 % મતદાનનોંધાયું હતું.
live:
રાજસ્થાનમાં શુક્રવારે મતદાન થયું. રાજસ્થાન વિધાનસભાની કુલ 200 બેઠકો છે, પરંતુ ચૂંટણી 199 બેઠકો માટે થઈ છે. રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીઓની એક્ઝિટ પોલના પરિણામોમાં થોડો સમય આવી જશે. રાજ્યમાં આજે એટલે કે 7 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું.
એક્જિટ પોલથી વધુ બેઠકો જીતવાની અપેક્ષા છે.
કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, એક્જિટ પોલથી વધુ બેઠકો જીતવાની અપેક્ષા છે. એક્જિટ પોલમાંકોંગ્રેસને પૂર્ણ બહુમતી મળવાનો અંદાજ છે, સચિન પાયલટે કહ્યું કે, રાજ્યમાં પાર્ટી5 વર્ષથી ખૂબ મહેનત કરી રહી છે, એક્ઝિટ પોલથી વધુ બેઠકો જીતવાની અપેક્ષા છે.

મારવાડમાં ચાલશે કોંગ્રેસનો જાદુ
મારવાડની 41 બેઠકોમાંથી કોંગ્રેસને 27 બેઠકો મળી શકે છે. જયારે બીજેપીને 11 બેઠકો મળી શકે છે.
હડૌતી માં 12 બેઠકો પર કોંગ્રેસના વિજયનું અનુમાન
હડૌતીની 17 બેઠકોમાંથી કોંગ્રેસના ખાતામાં 12 બેઠકો જવાની ધારણા છે.જયારે બીજેપીના ખાતામાં 5 બેઠકો જઇ શકે છે.
અહીરવાલમાં 17 બેઠકો પર જીત મેળવી શકે છે કોંગ્રેસ અહીરવાલ માં 22 માંથી 21 બેઠકો પર મતદાન થયું છે. અંદાજ છે કે તેમાં 17 બેઠકો પર કોંગ્રેસ જીતશે, ત્યાં 3 બેઠકો ભાજપના ખાતામાં જશે. એક સીટ પર બીએસપીને વિજય મળી શકે છે.
કોંગ્રેસ 42% મત
રાજસ્થાનમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળે છે. કોંગ્રેસ 42% અને બીજેપી 37% મત અંદાજ છે.
રાજસ્થાનમાં ભારે બહુમતીથી કોંગ્રેસની સરકાર રાજ્યમાં કોંગ્રેસ જીતશે 119-141 બેઠકો ત્યાં બીજેપીને 55-72 બેઠક મળી શકે છે. રાજસ્થાનમાં 5 વાગ્યા સુધીમાં 72% મતદાન
આજતકના એક્ઝિટ પોલ(Exit Poll) અનુસાર આ વખતે રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ સચિન પાયલટનાનેતૃત્વમાં કોંગ્રેસે જમીન પર સંઘર્ષ કર્યો છે અને પક્ષે દાવો કર્યો છે કે સત્તાપરિવર્તન થશે, સચિન પાઇલોટ સી.એમ. પદના દાવેદાર બની શકે છે.
*2013માં અશોક ગહલોતના નેતૃત્વમાં ચાલી રહેલી કોંગ્રેસની સરકારમાં માત્ર 21 બેઠકો મળી હતી.
ચૂંટણી પ્રક્રિયામાં સુરક્ષા માટે 1.44 લાખ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્યની વિધાનસભામાં આમ તો કુલ 200 બેઠક છે, પરંતુ અલવર જિલ્લાની રામગઢ બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદજવાર લક્ષ્મણ સિંહનું અવસાન થઈ જતાં આ બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે.
ઝૂંઝૂનુંમાં ભાજપના ઉમેદવારના સમર્થકો સાથે ધક્કામુક્કીના પણ અહેવાલ છે. અહીંના સીકર ફતેહપુરમાં મતદાન દરમિયાન જૂથ અથડામણ થઈ. ત્યારબાદ લોકોએ બસોમાં તોડફોડ કરી.
કેટલાક વાહનોમાં પણ આગજની કરી. આ ઘટના સીકર ફતેહપુર સુભાષ સ્કૂલમાં બનાવવામાં આવેલા મતદાન કેન્દ્ર પર થઈ. જો કે પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો. 30 મિનિટ બાદ મતદાન શરૂ થઈ શક્યું.
