હાર્દિક પટેલના ઉપવાસનો આજે 18મોં દિવસ છે. ત્યારે આજે ઉત્તરાખંડ ના પૂર્વ સીએમ હરીશ રાવતે હાર્દિક સાથે મુલાકાત કરી હતી. હાર્દિક સાથે વાતચીત દરમિયાન હરીશ રાવતે હાર્દિકને ઉપવાસ છોડી દેવા માટે વિનંતી કરી હતી.
જોકે, મીડિયા સાથે વાતચીત દરમિયાન હરીશ રાવતે પાટીદારોને અનામત આપવા વિષે મૌન સેવ્યું હતું. ઉપવાસ આંદોલન વિષે વાતચીત કરતા હરીશ રાવતે જણાવ્યું કે હાર્દિક મારો નાનો ભાઈ છે, ભાવનાથી પ્રેરિત થઈને હું અહીં આવ્યો છું.
રાવતે આગળ જણાવ્યું કે ગુજરાતમાં તેની વાતને દબાવવામાં આવી રહી છે. દેશમાં આજે લોકતંત્ર માટે લડતા લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. ભાજપ બોલવાની આઝાદી છીનવી લેવા માંગે છે.

રાવતે જણાવ્યું હતું કે લોકતંત્રમાં કેન્દ્ર સરકારની તાનાશાહી જોવાં મળી રહી છે. હાર્દિક પટેલ છેલ્લાં ઘણા લાંબા સમયથી અનામત અને ખેડૂતોનાં દેવા માફી મુદ્દે સંઘર્ષ કરી રહી રહ્યો છે ત્યારે સરકાર હજી જાણી જોઇને આ મામલે કોઈ જ નિર્ણય નથી કરતી.
કારણ કે સરકાર ઈચ્છે છે કે, હાર્દિકની કિડની ખરાબ થાય અને ભવિષ્યમાં તેની સામે અવાજ ના ઉઠાવે. હરીશ રાવતે હાર્દિકનાં વખાણ કરતા જણાવ્યું હતું કે, હાર્દિક જેવાં યુવાનોની દેશને જરૂર છે.. હું હાર્દિકને પારણાં કરવાની અપીલ કરું છું. તો ખેડૂતોનાં દેવાં માફી મુદ્દે હરીશ રાવતે જણાવ્યું હતું કે, કોંગ્રેસે ખેડૂતોનાં દેવા માફ કર્યા છે. પંજાબ અને કર્ણાટકમાં પણ દેવા માફી કરવામાં આવ્યા છે.
