T20 World Cup/ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પાકિસ્તાનની ટીમને ફાઈનલમાં આવ્યો હતો જોવા પણ…

ઓસ્ટ્રેલિયાએ જીતીને પ્રથમ વખત T20 વર્લ્ડકપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. આ ફાઈનલ મેચ જોવા માટે પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા.

Top Stories Sports
ફાઈનલમાં જોવા મળ્યો શોએબ અખ્તર

ઓસ્ટ્રેલિયાએ રવિવારની ફાઈનલ મેચ જીતીને બતાવી દીધુ હતુ કે કેમ તે દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ કહેવાય છે. જે ટીમને T20 મેચમાં બંધ બેસતી નથી તેવુ ટેગ મારવામાં આવ્યુ તેણે આખરે પોતાની મહેનત અને Consistency થી આજે સૌ કોઇનાં દિલ જીતી લીધા છે. રવિવારની ફાઈનલ મેચ જોવા માટે સ્ટેડિયમમાં ઘણા જાણીતા ચહેરાઓ આવ્યા હતા, જેમા એક પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ એખ્તરનું નામ પણ આવે છે. જેના વિશે કહેવાયુ કે તે પોતાની ટીમ પાકિસ્તાનને ફાઈનલમાં જોવા માટે આવ્યો હતો પરંતુ તે બની ન શક્યું.

આ પણ વાંચો – T20 World Cup / વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી વોર્નરે IPL ની તેની ફ્રેન્ચાઇઝી SRH ને આપ્યો જડબાતોડ જવાબ

T20 વર્લ્ડકપ 2021 ની ફાઈનલ મેચ રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, જે ઓસ્ટ્રેલિયાએ જીતીને પ્રથમ વખત T20 વર્લ્ડકપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. આ ફાઈનલ મેચ જોવા માટે પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા. અખ્તરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન સાથે થોડીવાર મેચની મજા માણી હતી. બન્ને સાથેનો ફોટો શેર કરતાં અખ્તરે લખ્યું, ‘જૂના મિત્ર અને જમીન પરનાં હરીફને મળીને આનંદ થયો. ફોટોમાં, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને મહાન મોહમ્મદ અઝહરુદ્દીન જોવા મળે છે.’ આ ફોટોમાં અઝહર પોતાના ફોનમાં વ્યસ્ત જોવા મળે છે, જ્યારે શોએબ અને ગાંગુલી એકબીજા સાથે થોડી વાતચીત કરતા જોવા મળે છે. ક્રિકેટનાં મેદાન પર શોએબ અને ગાંગુલી વચ્ચે બોલ અને બેટની લડાઈ ઘણી વખત થઈ ચૂકી છે.

આ પણ વાંચો – ICC T-20 WORLD CUP / ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને આઠ વિકેટથી હરાવીને T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

BCCIએ આ T20 વર્લ્ડકપનું આયોજન કર્યું હતુ. આ વર્લ્ડકપ પહેલા ભારતમાં જ રમાવાનો હતો પરંતુ બાદમાં તેને સંયુક્ત અરબ અમીરાતમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન આ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચ્યું હતું, જ્યાં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી અને ન્યૂઝીલેન્ડને 20 ઓવરમાં ચાર વિકેટે 172 રન પર રોકી દીધું. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 18.5 ઓવરમાં બે વિકેટનાં નુકસાને લક્ષ્યનો પીછો કરી લીધો હતો.