Not Set/ સુરત દુષ્કર્મ-હત્યા મામલે થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો, કારના સીસીટીવી આવ્યા સામે

સુરત, સુરતના પાંડેસરા વિસ્તારમાંથી 60 ઘા મારેલ બાળકીની એક ઝાડીમાંથી મળી આવેલ લાશે ચકચાર મચાવી દીધી છે. દિવસેને દિવસે એક પછી એક ચોંકાવનારા ખુલાસો સામે આવી રહ્યા છે. શુક્રવારે પોલીસને સફળતા મળી છે, ત્યારે રાજસ્થાનથી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે મુખ્ય આરોપીના ભાઈની સુરત પોલીસે અટકાયત કરી છે અને સાથે એક કારના સીસીટીવી […]

Top Stories
lapta 4 સુરત દુષ્કર્મ-હત્યા મામલે થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો, કારના સીસીટીવી આવ્યા સામે

સુરત,

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી 60 ઘા મારેલ બાળકીની એક ઝાડીમાંથી મળી આવેલ લાશે ચકચાર મચાવી દીધી છે. દિવસેને દિવસે એક પછી એક ચોંકાવનારા ખુલાસો સામે આવી રહ્યા છે. શુક્રવારે પોલીસને સફળતા મળી છે, ત્યારે રાજસ્થાનથી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે મુખ્ય આરોપીના ભાઈની સુરત પોલીસે અટકાયત કરી છે અને સાથે એક કારના સીસીટીવી પણ સામે આવ્યા છે.

અમદવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી રાજદીપસિંહ ઝાલાની ટીમ તપાસ કરી રહી છે. આ કેસમાં વધુ એક ચોંકાવનારનું તારણ એવું આવ્યું છે કે,બાળકી જ નહીં તેની માતાની પણ હત્યા કરાઈ છે. બીજો એક ખુલાસો પણ આજે સામે આવ્યો હતો તેમાં જાણવા મળ્યું છે કે રાજસ્થાનની માતા અને દીકરીની હત્યા પરિવારના જ સભ્યો જ દ્વારા જ કરાઈ છે તેવું તારણ છે. સાથે જ રાજસ્થાનના ગંગાપુરથી સુરતની રેલવે મુસાફરીનો તી,ટીકીટ પણ મળી આવી છે.

lapta 5 સુરત દુષ્કર્મ-હત્યા મામલે થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો, કારના સીસીટીવી આવ્યા સામે

ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. જે ગાડીમાં બાળકીને લઈ જવાઈ હતી તે ગાડીના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. મહત્વનું છે કે આ કેસમાં પાંડેસરા વિસ્તારની સોમેશ્વર સોસાયટીમાં રહેતા હરિસિંહ ગુર્જર નામના એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલા તેના નિવાસસ્થાનેથી પોલીસે અટકાયત કરી છે.

9fabc617 764b 44e0 9025 86b882a24634 સુરત દુષ્કર્મ-હત્યા મામલે થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો, કારના સીસીટીવી આવ્યા સામે

સુરત બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા મામલે રાજ્યમંત્રીનું નિવેદન પણ સમે આવ્યું છે તેમણે જણાવ્યું છે કે, આ ઘટના ખુબ જ દુઃખદ ઘટના છે. આ સમગ્ર ઘટના મામલે 400 પોલીસની ટીમો રાતદિવસ કામમાં લગાડવામાં આવી હતી. આ ઘટનાનો મુખ્ય આરોપી હર્ષ સહાય હોય તેવી આશંક સેવાઈ રહી છે. સહાય પાંડેસરા વિસ્તારમાં લેબર કોન્ટ્રાક્ટર હતો અને આ આરોપી સુરત થઈ ફરાર થઇ ગયો હતો જેને શંકાના આધારે રાજસ્થાનના ગંગાનગરથી ઝડપી પાડવામાં આવ્યો છે, રાજ્યમંત્રીએ કહ્યું હતું કે નરાધમોને કડક સજા મળશે.