Not Set/ SCના ચીફ જસ્ટિસ સામે લાવવામાં આવ્યો મહાભિયોગ, વિપક્ષે બતાવ્યા આ ૫ કારણો

દિલ્લી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા દ્વારા કેસોની ફાળવણી તેમજ બહુચર્ચિત સોહરાબુદ્દીન કેસની તપાસ કરી રહેલા જજ લોયા કેસમાં તટસ્થ તપાસ કરવાની અરજી ફગાવ્યા બાદ અસંતોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે  શુક્રવારે દેશની ૭ વિપક્ષી પાર્ટીઓ દ્વારા CJI વિરુધ મહાભિયોગ લાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા વિરુધ મહાભિયોગ લાવવાના પ્રસ્તાવમાં વિપક્ષી દળોના શીર્ષ નેતાઓ શામેલ […]

India
Dipak Misra SCના ચીફ જસ્ટિસ સામે લાવવામાં આવ્યો મહાભિયોગ, વિપક્ષે બતાવ્યા આ ૫ કારણો

દિલ્લી,

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા દ્વારા કેસોની ફાળવણી તેમજ બહુચર્ચિત સોહરાબુદ્દીન કેસની તપાસ કરી રહેલા જજ લોયા કેસમાં તટસ્થ તપાસ કરવાની અરજી ફગાવ્યા બાદ અસંતોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે  શુક્રવારે દેશની ૭ વિપક્ષી પાર્ટીઓ દ્વારા CJI વિરુધ મહાભિયોગ લાવવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા વિરુધ મહાભિયોગ લાવવાના પ્રસ્તાવમાં વિપક્ષી દળોના શીર્ષ નેતાઓ શામેલ હતા. જેમાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, કે ટી એસ તુલસી, અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ, એનસીપી નેતા વંદના ચૌહાણ અને CPIના કે ડી રાજા શામેલ હતા.

વિપક્ષી દળોના કુલ ૬૪થી વધુ સાંસદોએ આ પ્રસ્તાવ પર પોતાના હસ્તાક્ષર કર્યા છે અને CJI વિરુધ મહાભિયોગ લાવવા માટે જરૂરી આંકડા કરતા તે વધુ છે. ત્યારબાદ તેને રાજ્યસભાના ચેરમેન સાથે મુલાકાતમાં આ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો.

આ પાંચ મુખ્ય આધારો પર ચીફ જસ્ટિસ સામે વિપક્ષી પાર્ટીઓ દ્વારા લાવવામાં આવ્યો મહાભિયોગ :  

૧.  દેશના સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ પર તેઓના પદને અનુરૂપ આચરણ જ થવું, પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટ કેસમાં ફાયદો પહોચાડવાના આરોપ લાગ્યા બાદ તેઓ વિરુધ કરવામાં આવે ઘનિષ્ઠ તપાસ.

૨. પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટના સામનો જયારે ચીફ જસ્ટિસ સામે આવ્યો ત્યારે તેઓએ ન્યાયિક અને વહીવટી પ્રક્રિયાને કિનારે કરી હતી.

૩. કેટલાક કેસોના ચુકાદાની તારીખો સાથે છેડછાડ કરવી તેમજ એન્ટી ડેટ ઓર્ડરનો ચાર્જ લગાવવો.

૪. જમીનનું અધિગ્રહણ કરવું, ફેક એફિડેવિટ લગાવવી અને સુર્પીમ કોર્ટના જજ બન્યા બાદ ૨૦૧૩માં જમીનને સરેન્ડર કરવી. જો કે આ અંગે કોંગ્રેસ પાર્ટીના નેતા કપિલ સિબ્બલે આરોપ લગાવતા કહ્યું, “ચીફ જસ્ટિસદ્વારા ખોટું શપત લેટર દાખલ કરવામાં આવ્યો હતો અને  ૨૦૧૨ સુધી તેઓએ જમીનને પરત કરી ન હતી.

૫. કેટલાક સંવેદનશીલ મામલાઓના કેસોની ફાળવણી પોતાના પસંદગીની બેંચોને આપવી.