Not Set/ જાણો …કોરોના અંગે ના આજના મુખ્ય સમાચાર આખા દેશ ની આંકડાકીય માહિતી

ભારત માં કોરોના ના કેસો માં સતત રોજ વધારો થઇ રહ્યો છે. આ વાત કેન્દ્ર સરકાર અને દરેક રાજ્ય ની સરકારો માટે ખુબ જ પડકાર રૂપ બની છે.રોજ બરોજ ની અત્યંત મોત સતત ચિંતા નો વિષય બન્યો છે અહીં એક વિશ્લેષણ અનુસાર કેટલાક રાજ્ય માં ત્યાંની સરકાર લેવાયેલા મહત્વના નિર્ણય અને આજ ની તાજા આંકડાકીય […]

India
antigen corona testing kit 12 જાણો ...કોરોના અંગે ના આજના મુખ્ય સમાચાર આખા દેશ ની આંકડાકીય માહિતી

ભારત માં કોરોના ના કેસો માં સતત રોજ વધારો થઇ રહ્યો છે. આ વાત કેન્દ્ર સરકાર અને દરેક રાજ્ય ની સરકારો માટે ખુબ જ પડકાર રૂપ બની છે.રોજ બરોજ ની અત્યંત મોત સતત ચિંતા નો વિષય બન્યો છે અહીં એક વિશ્લેષણ અનુસાર કેટલાક રાજ્ય માં ત્યાંની સરકાર લેવાયેલા મહત્વના નિર્ણય અને આજ ની તાજા આંકડાકીય માહિતી જણાવેલી છે.

વાત કરીયે ,મુખ્ય એવા દસ રાજ્યોમાં છે. જેમાં નવા કોરોના ના 78% થી
વધુ કેસ સામી આવી રહ્યા છે જેમાં ગુજરાત , મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન, તામિલનાડુ , છત્તીશગઢ ,તામિલનાડુ , કેરળ, મધ્યપ્રદેશ આ 10 રાજ્યોમાં શામેલ છે દેશમાં હાલમાં 19,29,329 સક્રિય કેસ છે જ્યારે 1,29,53,821 લોકો આ રોગમાંથી મુક્ત થયા છે
જે એક દિવસમાં નોંધાયેલા નવા કોવિડ -19 કેસોમાં 78.58 ટકા જેટલા કેસ આ 10 રાજ્યો માંથી આવેલા છે.

આ દરમિયાન, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે, શહેરમાં આજે સોમવારથી રાત્રીના 10 વાગ્યા સુધી અને આગામી સોમવારે (26 એપ્રિલ) સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે શહેરમાં કોવિડ -19 ની ચોથી મોજાનો સામનો કરવો પડી રહ્યો છે અને આરોગ્ય વ્યવસ્થાના પતનને રોકવા માટે કઠોર પગલાં ભરવા પડશે. “આવશ્યક સેવાઓ, ખાદ્ય સેવાઓ, તબીબી સેવાઓ ચાલુ રહેશે. લગ્ન ફક્ત 50 લોકોના મેળાવડા સાથે થઈ શકે છે, તેના માટે પાસ અલગથી આપવામાં આવશે. ટૂંક સમયમાં વિગતવાર આદેશ જારી કરવામાં આવશે, ”કેજરીવાલે જણાવ્યું હતું.

કોરોના ની સ્તિથિ વિપત થતા ઘણા રાજ્યો માં ઓક્સીજન ની અછત ને કારણે તબીબીઓ ને પણ સારવાર દરમિયાન મુશ્કેલી પડી રહી છે. જ્યાં અમુક જગ્યા રેમડેસીવર ઇંજિકશન ની અછત જ્યાં કેન્દ્ર સરકર રાજ્ય સરકાર  ને જિમ્મેદાર ઠરાવે છે. જેવા અગત્ય ના મુદ્ધા દેશ માં કોરોના ની સ્થીતી ને વિકટ બનાવી રહ્યા છે.

રાત ના 8 કલાકે કોરોના ના મુદ્ધે પ્રધાન નરેનદ્ર મોદી ની અધ્યક્ષતા માં બેઠક પણ બોલાવાવમાં આવી છે .

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,73,810 નવા કોવિડ -19 કેસ અને 1,619 મૃત્યુ નોંધાયા છે. દેશમાં હવે કુલ કેસો 1,50,61,919 છે. દેશમાં હાલમાં 19,29,329 સક્રિય કેસ છે જ્યારે 1,29,53,821 લોકો આ રોગમાંથી મુક્ત થયા છે. મોતનો આંકડો 1,78, 769 છે. અત્યાર સુધીમાં 12,38,52,566 જેટલા લોકોને રસી આપવામાં આવી.