Not Set/ CM રૂપાણીની અનોખી પિતૃ વત્સલ સંવેદના સામે આવી, શ્રમજીવી પરિવારનાં બાળકની જિંદગી બચાવવા સામેથી ફોન કરી કહ્યું આવું

CM રૂપાણીની અનોખી પિતૃ વત્સલ સંવેદના સામે આવી છે. છૂટક કામ કરી ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારનાં બાળકની જિંદગી બચાવવા ગમે તેટલો ખર્ચ થાય તો પણ ચિંતા ન કરવા તબીબો – પરિવારજનોને જણાવ્યું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માનવીય અભિગમ અને સંવેદનશીલતાથી ગરીબ પરિવારને હૂફ મળી છે. હોસ્પિટલનાં તબીબો અને સેવાકર્મીઓમાં પણ સારવારનો ઉત્સાહ વધ્યો છે. સીએમ એટલે ‘ચીફ […]

Top Stories India
CM Rupani124 CM રૂપાણીની અનોખી પિતૃ વત્સલ સંવેદના સામે આવી, શ્રમજીવી પરિવારનાં બાળકની જિંદગી બચાવવા સામેથી ફોન કરી કહ્યું આવું

CM રૂપાણીની અનોખી પિતૃ વત્સલ સંવેદના સામે આવી છે. છૂટક કામ કરી ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારનાં બાળકની જિંદગી બચાવવા ગમે તેટલો ખર્ચ થાય તો પણ ચિંતા ન કરવા તબીબો – પરિવારજનોને જણાવ્યું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માનવીય અભિગમ અને સંવેદનશીલતાથી ગરીબ પરિવારને હૂફ મળી છે. હોસ્પિટલનાં તબીબો અને સેવાકર્મીઓમાં પણ સારવારનો ઉત્સાહ વધ્યો છે.

સીએમ એટલે ‘ચીફ મીનીસ્ટર’ નહીં પરંતુ ‘કોમન મેન’નાં અર્થને સાર્થક કરતા અને ‘મુખ્યમંત્રી’ નહીં પરંતુ ‘મુખ્યસેવક’ની ઓળખ ધરાવતા વિજયભાઈ રૂપાણીની ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે છલકતી સંવેદના અવારનવાર જોવા મળે છે. કાળા માથાનાં સંવેદનશીલ માનવમાત્ર રહી પ્રત્યેક વ્યક્તિની લાગણી-માંગણી સમજવી-સ્વીકારવી તેમજ સૌની કાળજી લેતા-કરતા તેઓને બખૂબી આવડે છે. વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલતા પ્રગટ કરતા એક નહીં અનેક કિસ્સાઓ છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત લોકો વચ્ચે જન્મદિવસ ઉજવવાનો હોય કે સરહદ પર સૈનિકો સાથે તહેવારોની ઉજવણી હોય કે પછી અકસ્માતમાં મૃત્યુ પામનારાઓને સહાય આપવાની કે વિપક્ષ નેતાનાં પરિવારજનનાં મૃત્યુ પર સાંત્વના પાઠવવાની હોય કે પછી પોતાના સુરક્ષા કાફલામાં ફરજ બજાવતા જવાનના માતૃશ્રીનું અવસાનની જાણ થતા રક્ષા જવાનને પોતાની સ્વર્ગસ્થ માતા પાસે તુરંત પહોચી શકે એ માટે સ્વયં સાથે વિમાનમાં લઈ આવ્યા હોય કે પછી રસ્તા પરથી પસાર થતા સમયે કોઈપણ નાનો-મોટો અકસ્માત જોતાની સાથે જ પોતાના કાફલાને થંભાવી ખુદની કારમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને બેસાડી સારવાર માટે સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવાના હોય.. જીવદયામાં માનતા અને પ્રત્યેક જીવમાત્ર પ્રત્યે કરુણા દાખવતા વિજયભાઈ રૂપાણી તેમની સેવાકીય ભાવના અને સંવેદનશીલતા માટે જાણીતા છે, તેમની સેવાકીય ભાવના અને સંવેદનશીલતાનો પરિચય અનેકો લોકોને અનેકોનેક વાર થયો છે. લોકસેવક કેવા હોય જોઈએ? તે સવાલનો સીધો, સરળ જવાબ છે : લોકસેવક વિજયભાઈ રૂપાણી જેવા હોવા જોઈએ. પ્રજાનાં સુખે સુખી અને પ્રજાનાં દુઃખે દુઃખી.

હાલમાં જ આણંદના પંડોળી ગામના આઠ વર્ષનાં બાળક હિતેન સોલંકીને અકસ્માતે માથામાં ગંભીર ઈજા પહોંચતા કૃષ્ણા હોસ્પિટલ કરમસદમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો. આ ગરીબ બાળકની સારવારનો ખર્ચ તેનો દરિદ્ર પરિવાર ઉઠાવી શકે તેમ ન હતો. માસૂમ જિંદગીનો સવાલ હોવાથી તેના સારવારનાં ખર્ચ માટે મદદની અપીલ સોશિયલ મીડિયામાં કરવામાં આવી. જે અપીલ જોઈ રવિવારે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હોસ્પિટલમાં ફોન કરીને જણાવ્યું કે, ખર્ચની ચિંતા ન કરશો હિતેનની સારામાં સારી સારવાર કરો. આ બાળકની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. મુખ્યમંત્રીશ્રીએ રવિવારે સવારે અચાનક જ કૃષ્ણા હોસ્પિટલમાં ફોન કરીને હોસ્પિટલના સંચાલક સંદિપ દેસાઈ સાથે ગરીબ પરિવારના દીકરા હિતેન સોલંકીની સારવાર અંગેની વિગતો મેળવી. વિજયભાઈ રૂપાણીએ કૃષ્ણા હોસ્પિટલ કરમસદના સી.ઈ.ઓ.ને દીકરા હિતેનને જરૂરી તમામ સારામાં સારી સારવાર આપવા કહ્યું અને બાળક હિતેન જલ્દીથી સ્વસ્થ થાય તે માટેનાં બધા પ્રયાસો કરવા પણ અનુરોધ સાથે સમગ્ર સારવારનો ખર્ચ રાજ્ય સરકાર તરફથી કરાશે તેમ ઉમેર્યું. વાહ.. વિજયભાઈ રૂપાણી વાહ.. સત્તાને સેવાનું સાધન કેમ બનાવવું એ આપની પાસેથી શીખવા જેવું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દાખવેલ માનવીય અભિગમ અને સંવેદનશીલતા બાદ પેટલાદ તાલુકાનાં પંડોળી ગામના દિનેશભાઈ સોલંકીના પુત્ર હિતેનને હવે હોસ્પિટલમાં સારામાં સારી સારવાર સાથે નવજીવન મળશે. આ સમગ્ર મામલે ગરીબ પરિવારને હૂફ મળી રહી છે અને ગ્રામજનો લાગણીસભર બન્યા છે. હોસ્પિટલમાં તબીબો અને સેવાકર્મીઓમાં પણ સારવારનો ઉત્સાહ વધ્યો છે. ઉલ્લખેનીય છે કે, જ્યારે દીકરાના માતા-પિતાને ખબર પડી હતી કે પોતાના દીકરાની સારવાર માટેનો તમામ ખર્ચ વિજયભાઈ રૂપાણી સરકાર તરફથી મળશે ત્યારે બાળકનાં તમામ પરિવારજનો બે હાથ જોડી અશ્રુભીની આંખે આભારનો ભાવ પ્રગટ કર્યો હતો અને તેઓની પાસે કશું પણ કહેવા શબ્દો ન હતા.

વિજયભાઈ રૂપાણીનું ચાર દાયકા ઉપરાંતનું જાહેર જીવન સંગઠન, સમર્પણ, સેવા અને કર્મઠતાની સાધના સમાન રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમણે શપથ લઈને સૌથી પહેલાં જે વિચાર વ્યક્ત કર્યો હતો એમાં જણાવ્યું હતું કે, હું આજે જે ખુરશી પર બેસી રહ્યો છું એ ખુરશી ક્યારેય મારી ઉપર નહીં બેસે. જાહેર જીવનના પ્રારંભકાળથી જ સમૂહભાવના અને મૈત્રીભાવ સાથે કામ કરીને સૌ કોઈનો સૌથી પહેલો વિચાર કરવાનો તેમનો અભિગમ આજે પણ એટલો જ બરકરાર છે. તેમની આજ કાર્યશૈલીને કારણે આજે રૂપાણી સરકાર ગુજરાતના ખૂણેખૂણામાં વસતા જનજનના વિકાસ માટે સતત અને સઘન પરિશ્રમ કરી રહી છે. વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનું નેતૃત્વ મુખ્યમંત્રી તરીકે સંભાળ્યું ત્યારથી આજ પર્યંત તેમનો કાર્યકાળ દર્શાવી રહ્યો છે કે, તેમણે મુખ્યમંત્રીના પદને સત્તાનું સાધન નહીં બલ્કે જનતાની સેવા કરવાનું માધ્યમ બનાવ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.