Not Set/ અર્થતંત્ર મામલે સરકાર પર ખુદ ભાજપનાં જ સાંસદ અને અર્થશાસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામીએ કર્યા પ્રહાર

હાલમાં જ આર્થિક વિકાસ દરનાં આંકડાને લઇને ચોતરફ ચર્ચાઓ ચાલી રહી છેેે. અને નિવડેલા કહેવામાં આવતા અર્થશાસ્ત્રીઓ દ્વારા આ આંકડા પણ ખોટા કે શંકાસ્પદ હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપના જ સાંસદ અને હાવર્ડ યુનીવર્સીટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરનારા ડો. સુબ્રમણ્યમ સ્વામીએ જ સરકાર પર આર્થતંત્ર મામલે પ્રહારો કરી દીધા છે. સ્પષ્ટ વક્તા અને કોઇની સેહશરમ […]

Top Stories India
subramaniyam swami અર્થતંત્ર મામલે સરકાર પર ખુદ ભાજપનાં જ સાંસદ અને અર્થશાસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામીએ કર્યા પ્રહાર

હાલમાં જ આર્થિક વિકાસ દરનાં આંકડાને લઇને ચોતરફ ચર્ચાઓ ચાલી રહી છેેે. અને નિવડેલા કહેવામાં આવતા અર્થશાસ્ત્રીઓ દ્વારા આ આંકડા પણ ખોટા કે શંકાસ્પદ હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપના જ સાંસદ અને હાવર્ડ યુનીવર્સીટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરનારા ડો. સુબ્રમણ્યમ સ્વામીએ જ સરકાર પર આર્થતંત્ર મામલે પ્રહારો કરી દીધા છે.

સ્પષ્ટ વક્તા અને કોઇની સેહશરમ રાખ્યા વિના કાળાને કાળો અને ધોળાને ધોળો કહેવાવાળા અને પોતાના બેબાંક નિવેદન માટે પ્રખ્યાત ભાજપનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે સરકારે ભલે આર્થિક વિકાસ દરનો આંકડો 4.5 ટકા જાહેર કર્યો હોય, પરંતુ હું કહુ છું કે, તે માત્ર 1.5 ટકા જ છે. નાણાંપ્રધાન અર્થતંત્રને જાણતા જ નથી.

આપને જણાવી દઇએ કે, પૂર્વે પણ ડો. સ્વામી આર્થતંત્ર અને આર્થિક મામલાઓ માટે તતકાલીન નાણામંત્રી સ્વ. અરુણ જેટલી પર આકરા પ્રહારો કરી ચૂક્યા છે. જો કે, એ વાત પણ ચર્ચામાં રહી છે કે, ડો. સ્વામી પોતે નાણાં મંત્રાલયમાં રસ ધરાવતા હોવાથી ગમે ત્યારે નાણાં મંત્રાલય અને નાણાંં મંત્રી તેના નીશાનાં પર રહે જ છે. ડો. સ્વામી દ્વારા અનેક વિસંગત નિવેદનો પૂર્વે પણ કરવામાં આવ્યા છે. જેમા રામમંદિર સહિતનાં મુદ્દા સામેલ છે. અને આ વખતે ડો. સ્વામીનાં સીધા નીશાન પર છે નાણાંમંત્રી નિર્મલા સિતારમન.

ડો. સુબ્રમણ્યમ સ્વામીએ નાણાંપ્રધાન નિર્મલા સિતારામન પર સીધો પ્રહાર કરતા કહ્યું છે કે, નાણામંત્રી પત્રકાર પરિષદ યોજે છે ત્યારે જવાબો આપવા માટે માઈક અધિકારીઓને જ પકડાવી દે છે. દેશના અર્થતંત્રમાં સમસ્યા શું છે?  માંગ તળીયે સુધી પહોંચી ગઈ છે. સપ્લાય ભરપુર છે અને તેનો કોઈ પ્રશ્ન દેખાતો જ નથી.

ડો. સુબ્રમણ્યમ સ્વામી નાણાંમંત્રીને સવાલો પુછતા કહે છે કે,  નાણાંમંત્રીએ શું કર્યુ? કોર્પોરેટ જગત માટેનો ટેકસ ઘટાડી દીધો. કંપનીઓએ ટેકસ રાહતના નાણાંમાંથી દેણુ ચુકવી દીધુ. કંપનીઓએ ટેકસ પેટે બચેલા નાણાનો આવો ઉપયોગ કર્યો છે. એક સમસ્યા એવી પણ છે કે, વડાપ્રધાનના સલાહકારો પણ તેમને વાસ્તવિક હાલત કહેતા બીવે છે. વડાપ્રધાનને કાંઈ ખબર જ નથી અને જબરદસ્ત વિકાસદરનું ચિત્ર પેશ કરવામાં આવી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.