Trending/ ચાર છોકરાઓ સાથે ભાગી ગઇ છોકરી, પરંતુ નક્કી ન કરી શકી કે કોની સાથે કરવા લગ્ન, અંતે લેવાયો આવો નિર્ણય

ઉત્તરપ્રદેશના આંબેડકરનગરના ટાંડા વિસ્તારમાં એક કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. છોકરીના લગ્નમાં વરરાજાની પસંદગી માટે પંચાયત બેઠી હતી અને પંચે ચિઠ્ઠી ઉપાડીને નિર્ણય કર્યો હતો. યુવતી ચાર છોકરાઓ સાથે ઘરેથી ભાગી ગઈ હતી અને છોકરી પોતે નક્કી કરી શકી નહીં કે તે કયા છોકરાને વધારે પસંદ કરે છે, અથવા […]

India
mrg 1 ચાર છોકરાઓ સાથે ભાગી ગઇ છોકરી, પરંતુ નક્કી ન કરી શકી કે કોની સાથે કરવા લગ્ન, અંતે લેવાયો આવો નિર્ણય

ઉત્તરપ્રદેશના આંબેડકરનગરના ટાંડા વિસ્તારમાં એક કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. છોકરીના લગ્નમાં વરરાજાની પસંદગી માટે પંચાયત બેઠી હતી અને પંચે ચિઠ્ઠી ઉપાડીને નિર્ણય કર્યો હતો. યુવતી ચાર છોકરાઓ સાથે ઘરેથી ભાગી ગઈ હતી અને છોકરી પોતે નક્કી કરી શકી નહીં કે તે કયા છોકરાને વધારે પસંદ કરે છે, અથવા તેણે કોની સાથે લગ્ન કરવા જોઈએ.

પંચાયતે લીધો નિર્ણય

કોટવાલી ટંડાના અજીમનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવા પંચાયતને બેસાડીને ચીઠ્ઠી મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ચાર યુવકોએ પાંચ દિવસ પહેલા આ યુવતીને ઘરેથી ભગાડીને લઇ ગયા હતા. આરોપીઓએ બે દિવસ સુધી યુવતીને તેમના સંબંધીઓના ઘરે છૂપાવી હતી, પરંતુ તેઓ તપાસમાં ઝડપાયા હતા. યુવતીના પરિવારે આરોપીઓ સામે કેસ નોંધવાની તૈયારી શરૂ કરી હતી, પરંતુ પંચાયતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે યુવતીને પૂછવામાં આવ્યું ત્યારે તે નક્કી કરી શકી નહીં કે તેણી પોતાનો જીવનસાથી કોને પસંદ કરશે.

એક્સ ગર્લફ્રેન્ડને પાછી મેળવવા માટે આ શખ્સે એવું કામ કર્યુ કે તમામ લોકો વખાણ કરતા રહ્યા…

Best friends, girls and boy, group friends, people, siblings, talking icon - Download on Iconfinder

ત્રણ દિવસ થઇ ચર્ચા

યુવતીને ભગાડનાર કોઈ પણ યુવક તેની સાથે લગ્ન કરવા તૈયાર નહોતો. આ મામલે કોઈ સમાધાન ન મળતાં પંચે શું કરી શકાય તે અંગે ત્રણ દિવસ સુધી બંધ-બારણે ચર્ચા કરી હતી. ખૂબ વિચાર-વિમર્શ બાદ પંચાયતે નિર્ણય કર્યો કે હવે યુવતી સાથે કોણ લગ્ન કરશે, ચીઠ્ઠી મૂકીને નિર્ણય કરી શકાય છે.

આ નિર્ણય લેવાયો

બાદમાં ચારેય યુવકોના નામની ચીઠ્ઠી મૂકી દેવામાં આવી હતી અને નામ બહાર આવતાં સમાધાન કરવામાં આવ્યું હતું. પંચાયત દરમિયાન ચીઠ્ઠી પર ચાર યુવકોના નામ લખ્યા બાદ તેમને એક વાટકીમાં મુકાવામાં આવ્યા હતા. આ દરમિયાન પંચે એક નાના બાળકને ચીઠ્ઠી ઉપાડવાનું કહ્યું. ત્રણ દિવસથી ચાલી રહેલા વિવાદનું સમાધાન થઈ ગયું હતું અને યુવતીના લગ્ન તે જ યુવાન સાથે નક્કી થયા હતા, જેનું નામ ચીઠ્ઠીમાં સામે આવ્યું હતું.