Entertainment/ દીપિકા પાદુકોણે પહેરી ભગવી બિકીની; મચ્યો હંગામો, MP ગૃહમંત્રીએ કહ્યું- બરાબર કરો નહીં તો…

દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ કે જે આવતા વર્ષની શરૂઆતમાં રિલીઝ થશે તે પહેલા ગીત બેશરમ રંગને લઈને વિવાદ સર્જાયો છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ગીતમાં…

Top Stories India Entertainment
Deepika Padukone saffron Bikini

Deepika Padukone saffron Bikini: બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ કે જે આવતા વર્ષની શરૂઆતમાં રિલીઝ થશે તે પહેલા ગીત બેશરમ રંગને લઈને વિવાદ સર્જાયો છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ગીતમાં દીપિકા પાદુકોણના ડ્રેસ પર સવાલ ઉઠાવ્યા છે. ફિલ્મમાં ભગવા રંગની બિકીની પહેરવા પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. નરોત્તમ મિશ્રાએ એવી પણ ચેતવણી આપી હતી કે જો નિર્માતા-નિર્દેશક ફિલ્મમાં સુધારો નહીં કરે તો રાજ્ય સરકાર ફિલ્મને પ્રદર્શિત કરવાની મંજૂરી આપવી કે નહીં તે અંગે વિચારણા કરશે.

રાજ્યના ગૃહ પ્રધાન મિશ્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે, બેશરમ રંગ ગીતમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓને વાંધાજનક લીલા અને ભગવા રંગના કપડાં પહેરીને ભ્રષ્ટ માનસિકતા સાથે શૂટ કરવામાં આવ્યું છે. કપડાંના રંગો, ગીતો અને ફિલ્મના નામ પઠાણને સુધારવાની જરૂર છે. હું માનું છું કે બેશરમ રંગ ગીતનું ટાઈટલ પણ વાંધાજનક છે. પછી રાજ્યમાં ફિલ્મના પ્રદર્શનને મંજૂરી આપવી કે નહીં તે અંગે વિચારણા કરવામાં આવશે. મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ આરોપ લગાવ્યો કે દીપિકા પાદુકોણ કથિત ટુકડે ટુકડે ગેંગના સમર્થનમાં દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી પહોંચી હતી. તેમણે કહ્યું કે આ પગલા પછી તેની માનસિકતા બધાની સામે આવી ગઈ છે. મિશ્રાએ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ પઠાણના કેન્દ્રીય પાત્ર શાહરૂખ ખાન પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, તે તાજેતરમાં વૈષ્ણોદેવીની મુલાકાતે ગયા તે સારી વાત છે. પરંતુ એક તરફ તે માતાજીના દર્શન કરવા જાય છે, તો બીજી તરફ તે પોતાની ફિલ્મોમાં લગભગ બિકીનીમાં મહિલા અભિનેત્રીઓને લાવે છે. આ પણ યોગ્ય નથી.

જણાવી દઈએ કે શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પહેલીવાર પઠાણમાં સાથે આવ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ હિન્દી સિવાય તમિલ અને તેલુગુમાં ડબ વર્ઝન સાથે રિલીઝ થવાની છે. ફિલ્મમાં શાહરૂખ ખાન પઠાણ નામના RAW ફીલ્ડ એજન્ટના રોલમાં જોવા મળશે. પઠાણનું સંગીત વિશાલ-શેખરે આપ્યું છે. આ ફિલ્મનું પહેલું ગીત ‘બેશરમ રંગ’ 12 ડિસેમ્બરે રિલીઝ થયું હતું. બુધવારે સાંજ સુધી આ ગીતને યુટ્યુબ પર 35 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Movie Masala/રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મનું ટીઝર રિલીઝ, સામે આવ્યું વિચિત્ર ટાઈટલ