સુરત/ પાંડેસરા વિસ્તારમાં ફિલ્મી ઢબે ચોરીની ઘટના, ચાલુ ટેમ્પાએ જ ઇસમે કરી બેગની ઉઠાંતરી

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચોરીની ઘટના સામે આવી હતી. ચાલુ ટેમ્પોમાં ચઢીને એક ઈસમે ટેમ્પોમાંથી એક બેગની ચોરી કરી હતી. આ બેગની અંદર 2.16 લાખ રૂપિયા હતા. જો કે આ સમગ્ર મામલે ટેમ્પો ચાલકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. 

Gujarat Surat
પાંડેસરા

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક વેપારી સાથે  2.16 લાખ રૂપિયાનો ચોરી થઇ હતી.. વેપારી પોતાના ટેમ્પોમાં બિસ્કીટ સહિતની વસ્તુ લઈને ફેરી કરવા નીકળ્યા હતા ત્યારે એક ઈસમે ચાલુ ટેમ્પોમાં ચઢીને 2.16 લાખ રૂપિયા ભરેલી બેગની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો.. ત્યારે વેપારીએ આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.આરોપીના નામ રવિ, કેતન અને મયુર છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

2 દિવસ પહેલા એક કરિયાણા અને અનાજના વેપારી પોતાના ટેમ્પોમાં બિસ્કીટ સહિતની વસ્તુ લઈને ફેરી કરવા નીકળ્યા હતા. તે સમયે તેમની ટેમ્પામાં રોકડા રૂપિયા ભરેલી એક બેગ પણ મૂકવામાં આવી હતી. જો કે કોઈ ઇસમે ચાલુ ટેમ્પોમાં ચઢીને આ રોકડ ભરેલી બેગની ચોરી કરી હતી અને ત્યારબાદ તે મોપેડ પર ભાગી ગયો હતો. આ સમગ્ર મામલે વેપારીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર મામલે ચોર ઇમોને પકડવા માટે તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસે એક સીસીટીવી ફૂટેજના આધારે 3 ઈસમોની ધરપકડ કરી છે.

પોલીસે જે 3 ઈસમોની ધરપકડ કરી છે તેમના નામ રવિ, કેતન અને મયુર છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ ત્રણેય ઈસમોએ અગાઉ ગાંધીનગર તેમજ અમદાવાદમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ ઉપરાંત સુરતના રાંદેર અને અમરોલી પોલીસના હાથે આ ઈસમો અગાઉ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: ‘વાતોથી ન્યાય નથી થતો’, દિલ્હી એસિડ એટેક પર ગુસ્સે થયો ગૌતમ ગંભીર, કહ્યું- તેને જાહેરમાં ફાંસી આપો

આ પણ વાંચો:વિરાટ કોહલીને રેન્કિંગમાં થયો ફાયદો ટોપ-10માં સામેલ પરંતુ…

આ પણ વાંચો: નિફ્ટી 18,650ની ઉપર બંધઃ  FOMC મીટિંગ પહેલા સેન્સેક્સ 144 પોઈન્ટ વધ્યો