Not Set/ દિલ્હી-NCRમાં ભારે બબાલ વચ્ચે 6.3નો ભૂકંપનો આંચકો, લોકો ઘરમાં રહે કે બહાર ?

એક તરફ વિરોધની અગ્ની, બીજી તરફ શિયાળાએ પણ જોર પકડ્યુ છે અને હાડ થિજાવતી ઠંડી કહેર વરસાવી રહી છે. ત્યારે જ દિલ્હી-NCRનાં લોક ભૂૂકંપથી પણ કંપી રહ્યા છે. જી હા દિલ્હી-NCRમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. આંચકાની તિવ્રતા 6.3રેક્ટર સ્કેલ જેવી માતબર હોવાનાં કારણે લોકોમાં ભય પેશી ગયો છે. દિલ્હીવાસીઓને અવઠળ છે કે હિંસક પ્રદર્શનો […]

Top Stories India
erthquake દિલ્હી-NCRમાં ભારે બબાલ વચ્ચે 6.3નો ભૂકંપનો આંચકો, લોકો ઘરમાં રહે કે બહાર ?

એક તરફ વિરોધની અગ્ની, બીજી તરફ શિયાળાએ પણ જોર પકડ્યુ છે અને હાડ થિજાવતી ઠંડી કહેર વરસાવી રહી છે. ત્યારે જ દિલ્હી-NCRનાં લોક ભૂૂકંપથી પણ કંપી રહ્યા છે. જી હા દિલ્હી-NCRમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. આંચકાની તિવ્રતા 6.3રેક્ટર સ્કેલ જેવી માતબર હોવાનાં કારણે લોકોમાં ભય પેશી ગયો છે. દિલ્હીવાસીઓને અવઠળ છે કે હિંસક પ્રદર્શનો વચ્ચે ક્યાં જવું બહાર રહેવું કે ભૂકંપનાં ભય વચ્ચે ઘરમાં પુરાયેલુ રહેવું.

આપને જણાવી દઇએ કે, દિલ્હી-NCR, પંજાબ-હરિયાણ, જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા જેની  6.3 નોંધાઈ છે, તેમજ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનની હિન્દુકુશ પર્વતમાળામાં હોવાનું સામે આવી રહ્યું છે. તિવ્રતા એટલી હતી કે ઉત્તર-ભારતમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ આંચકાની અસરો અફઘાનિસ્તાનથી લઇ દિલ્હી – પંજાબ સુધી જોવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં હાલ CAA એટલે કે નાગરિકત્વ સુધારણા કાયદા મામલે વિરોધ ચાલી રહ્યો છે અને વિરોધ પણ હિંસક ચાલી રહ્યો છે, અનેક લોકોનાં ગોળીબારમાં મરવાનાં અને અનેકનાં ઘયલ થવાની વિગતો સાંપડી રહી છે. દેશનાં અનેક શહેરમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ જોવામાં આવી રહી છે. અનેક શહેરો અને અનેક શહેરી વિસ્તારોમાં સરકાર દ્વારા સુરક્ષાનાં પગલાનાં ભાગ રુપે 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીની હાલત પણ આવી જ છે. લોકો દ્વારા દરિયાગંજમાં દિલ્હી ગેટ પાસે હિંસક વિરોધ પ્રદર્શન કરાતા આગ ચંપીની ઘટનાને અંજામ આપવામાં આવતા વાતાવરણ તંગ જણાઇ રહ્યું છે. જામા મસ્જીદ ખાતે હજારો લોકો દ્વારા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવ્યો હતો અને સ્થિતિ ભારેલ અગ્ની જેવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.