Dangal/ બ્રિજભૂષણ સામે કુસ્તીબાજોનું ‘દંગલ’ રસ્તા પર નહીં કોર્ટમાં થશે

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) અને બ્રિજભૂષણ શરણ સિંહ સામે ફરી માર્ગો પર ઉતરવાની ચેતવણી ઉચ્ચાર્યાના એક દિવસ બાદ હવે કુશ્તીબાજોએ જાહેરાત કરી છે કે બ્રિજભૂષણ સામેની લડાઈ હવે માર્ગો પર નહીં, પરંતુ કોર્ટમાં લડવામાં આવશે.

Top Stories India
Dangal બ્રિજભૂષણ સામે કુસ્તીબાજોનું 'દંગલ' રસ્તા પર નહીં કોર્ટમાં થશે

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) અને બ્રિજભૂષણ શરણ Dangal સિંહ સામે ફરી માર્ગો પર ઉતરવાની ચેતવણી ઉચ્ચાર્યાના એક દિવસ બાદ હવે કુશ્તીબાજોએ જાહેરાત કરી છે કે બ્રિજભૂષણ સામેની લડાઈ હવે માર્ગો પર નહીં, પરંતુ કોર્ટમાં લડવામાં આવશે. વિનેશે કહ્યું- સરકારે પોતાનું વચન પૂરું કર્યું છે.

વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ રવિવારે એકસાથે Dangal ટ્વિટ કર્યું હતું કે સરકારે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનું વચન પૂરું કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કુશ્તીબાજો અટકશે નહીં, પરંતુ હવે લડાઈ રસ્તા પર નહીં પરંતુ કોર્ટમાં થશે.

કુશ્તીબાજોએ વધુમાં જણાવ્યું હતું કે WFI માં સુધારા અંગેના Dangal વચન મુજબ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમે 11 જુલાઈની ચૂંટણીને લઈને સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા થાય તેની રાહ જોઈશું. ટ્વિટર પર નિવેદન પોસ્ટ કર્યાની મિનિટો પછી, વિનેશ અને સાક્ષીએ ટ્વિટ કર્યું કે તેઓ થોડા દિવસો માટે ઇન્ટરનેટ મીડિયાથી બ્રેક લઈ રહ્યા છે.

જો કે હવે આંદોલનમાં ભાગ લેનારા કુસ્તીબાજોને એશિયન Dangal ગેમ્સના ટ્રાયલમાં રાહત આપવામાં આવતા સરકારના સમર્થક રહેલા પહેલવાન યોગેશ્વર દત્તે તેની સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે કહ્યું છે કે નિયમો બધા માટે સરખા છે અને આંદોલનકારી કુસ્તીબાજોને શા માટે રાહત આપવી જોઈએ. ભારતની પાસે બીજા પણ સારા વિકલ્પો છે. યોગેશ્વર દત્તના નિવેદન સામે વિનેશ ફોગાટે જવાબ આપતા જણાવ્યું છે કે યોગેશ્વર દત્તને મહિલા કુસ્તીબાજોના પ્રશ્નમાં કોઈ રસ નથી.

આ પણ વાંચોઃ Russia-Airstrike/ સીરિયામાં રશિયાનો ભયાનક હવાઈ હુમલોઃ 13ના મોત

આ પણ વાંચોઃ PM Modi-Biden/ પીએમ નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિની કઈ ટ્વીટનો જવાબ આપ્યો

આ પણ વાંચોઃ Bus Accident/ ઓડિશામાં બે બસ વચ્ચે અથડાતા 12 લોકોના મોત; છ ઘાયલ

આ પણ વાંચોઃ પ્રહાર/ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉદ્વવ ઠાકરે અને શરદ પવાર પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું

આ પણ વાંચોઃ Manipur Violence/ મણિપુરમાં ફરી એકવાર ઈન્ટરનેટ પ્રતિબંધ 30 જૂન સુધી લંબાવવામાં આવ્યો