Good News!/ વિશ્વના ટોચના અમીરોમાં શુમાર મુકેશ અંબાણી બન્યા નાના: જોડિયા બાળકોની માતા બની ઈશા, જાણો શું રાખ્યા બાળકોના નામ

ઈશા અંબાણી અને આનંદ પીરામલને 19 નવેમ્બર 2022ના રોજ જોડિયા બાળકોનો જન્મ થયો છે. ઈશા અને બેબી આદિયા અને બેબી બોય ક્રિષ્ના એકદમ સ્વસ્થ છે.

Top Stories Business
જોડિયા

વિશ્વના ટોચના અમીરોમાંના એક મુકેશ અંબાણી હવે નાના બની ગયા છે. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ શનિવારે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. છોકરાનું નામ કૃષ્ણા અને છોકરીનું નામ આદિયા રાખવામાં આવ્યું છે.

પરિવારે એક નિવેદનમાં કહ્યું કે અમને જણાવતા આનંદ થાય છે કે અમારા બાળકો ઈશા અંબાણી અને આનંદ પીરામલને 19 નવેમ્બર 2022ના રોજ જોડિયા બાળકોનો જન્મ થયો છે. ઈશા અને બેબી આદિયા અને બેબી બોય ક્રિષ્ના એકદમ સ્વસ્થ છે. અમે આદિયા, કૃષ્ણ, ઈશા અને આનંદ માટે તેમના જીવનના આ સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ માંગીએ છીએ.

બંનેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન 2018માં થયા હતા. ઈશા અંબાણી હાલમાં રિલાયન્સ રિટેલનો બિઝનેસ સંભાળે છે. મુકેશ અંબાણીના પરિવારમાં હવે ત્રણ નાના બાળકો છે. તેમના દીકરા આકાશ અને શ્રલોકાને પૃથ્વી નામનો પુત્ર છે. મુકેશ અંબાણી તેમના પૌત્ર સાથે અનેક પ્રસંગોએ જોવા મળ્યા છે. મુકેશ-નીતાને ત્રણ બાળકો છે. આકાશ, ઈશા અને અનંત. આકાશ અને ઈશાના લગ્ન થઈ ગયા છે જ્યારે અનંતના લગ્ન થવાના બાકી છે.

કોણ છે ઈશાના પતિ આનંદ પીરામલ?

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના જમાઈ આનંદ પીરામલ પણ મોટા ઉદ્યોગપતિ પરિવારમાંથી છે. તે પીરામલ એન્ટરપ્રાઈઝના માલિક અજય પીરામલ અને સ્વાતિ પીરામલનો પુત્ર છે. તેઓ પિરામલ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આનંદે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBA અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી છે. ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બરની યુવા પાંખના સૌથી યુવા પ્રમુખ તરીકેનું ગૌરવ ધરાવતા આનંદ પીરામલે બે સ્ટાર્ટઅપ્સ પણ શરૂ કર્યા છે. તેમાં પિરામલ ઇ-હેલ્થ અને અન્ય પીરામલ રિયલ્ટીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:ગુજરાતમાં ભાજપની રેલીઓ, કોંગ્રેસ કરી રહી છે ચૂપચાપ પ્રચાર, જાણો – AAPની પણ

આ પણ વાંચો:ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા 7 નેતાઓને

આ પણ વાંચો:ફૂટબોલના સ્ટાર ખેલાડીઓ રોનાલ્ડો-મેસીની ચેસ રમતી તસવીર