આઇપીએલ 2021ની શરુઆતમાં બસ હવે થોડાક જ દિવસો બચ્યા છે. દરમિયાન દિલ્હી કેપિટલ્સ (DC) માટે સારા સમાચાર છે. તેમના સ્ટાર ઑલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. ટીમ માટે બેવડો ઝટકો છે, કારણ કે નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યર આખી સીઝનથી બહાર છે.
દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝી સૂત્રોએ એએનઆઇને કહ્યું કે અક્ષર કોવિડ-19ની તપાસમાં પોઝિટિવ આવ્યા છે. હવે આની સાથે જોડાયેલા પ્રોટોકૉલનું પાલન કરવું પડશે. દિલ્હી કેપિટલ્સે પોતાની પહેલી મેચ ચેન્નઇ સુપર કિંગ્ઝની સામે મુંબઇમાં 10 એપ્રિલે રમવાની છે. ટીમના ધાકડ બેટ્સમેન અને કપ્તાન શ્રેયસ અય્યર ઇજાગ્રસ્ત થવાના કારણે પહેલેથી જ હાલની સીઝનથી બહાર છે.
27 વર્ષના અક્ષર પટેલે આઇપીએલ કરિયરમાં અત્યાર સુધી 97 મેચમાં પોતાની સ્પિન બોલિંગથી 80 ટકા વિકેટ ઝડપી છે અને 913 રન પણ બનાવ્યા છે.
વિશ્વની સૌથી આકર્ષક ટી20 લીગ આ વખતે ભારતના છ શહેરોમાં રમાશે. ચેન્નઇમાં 9 એપ્રિલે મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને રૉયલ ચેલેન્જર્સ બેંગાલુરુ (RCB)ની ટક્કરથી હાલની સીઝનની શરુઆત થશે. દરમિયાન કોરોનાના કેસો પણ સામે આવ્યા લાગ્યા છે.
મુંબઇના વાનખેડે સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડ સ્ટાફ કોરોના વાયરસ સંક્રમિત થયા છે. આ સ્ટેડિયમમાં આઇપીએલની 10 મેચો રમાવાની છે. રિપોર્ટ્સ અનુસાર, ગત સપ્તાહે વાનખેડે સ્ટેડિયમના 19 ગ્રાઉન્ડ સ્ટાફ મેમ્બર્સનો કોવિડ 19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાંથી 3ના રિપોર્ટ 26 માર્ચે આવી ગયા હતા. જે પોઝિટિવ આવ્યા હતા.
આ અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના બેટ્સમેન નીતીશ રાણા કોરોના વાયરસથી સંક્રમિત થયા. નીતીશ રાણા ગોવાથી રજા ગાળ્યા બાદ ટીમ સાથે જોડાયો હતો. લેફ્ટ હેન્ડેડ બેટ્સમેનને મુંબઇની ટીમ હોટલમાં ક્વારન્ટીન થવું પડ્યું હતું. બીજી તરફ નીતીશ રાણાની કોરોના રિપોર્ટ નેગેટિવ રહી. ત્યાર બાદ તેમને ટીમના પોતાના સાથીઓની સાથે ટ્રેનિંગની સ્વીકૃતિ આપવામાં આવી છે.
