Not Set/ મહિલા સલામતની વાત માત્ર કાગળ ઉપર, જૂનાગઢમાં મહિલા અત્યાચારની ઘટના

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગત રાય ગામે એક ધુરણા સ્પદ ઘટના સામે આવી છે. મહિલા સન્માન સુરક્ષાની વાતો વચ્ચે કેશોદના અગત રાય ગામે એક શખ્સે પોતાના પરિવારના સભ્યો સાથે મળી અને રસ્તેથી પસાર થતી મહિલા સાથે તકરાર થતાં તેને ઢસડી અને પોતાના ઘરમાં લઈ જઈ હાથ પગ બાંધી અને ઢોરમાર માર્યો હતો. આ મામલે પોલીસ […]

Gujarat
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગત રાય ગામે એક ધુરણા સ્પદ ઘટના સામે આવી છે. મહિલા સન્માન સુરક્ષાની વાતો વચ્ચે કેશોદના અગત રાય ગામે એક શખ્સે પોતાના પરિવારના સભ્યો સાથે મળી અને રસ્તેથી પસાર થતી મહિલા સાથે તકરાર થતાં તેને ઢસડી અને પોતાના ઘરમાં લઈ જઈ હાથ પગ બાંધી અને ઢોરમાર માર્યો હતો.
આ મામલે પોલીસ મથકે ગ્રામજનો ઘસી જતા પોલીસે ઘટના ની ગંભીરતા ને જોતા એટ્રો સિટી સહિતના ગંભીર ગુનાની કલમો લગાડી અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, ઘટનાના પગલે નાનકડા અગત રાય ગામમાં ભારેલો અગ્નિ છે.
બનાવની વિગત એવી છે કે પીડિત મહિલા હોસ્પિટલના બિછાને થી આપેલા નિવેદન મુજબ હું ખેતરમાંથી આવતી હતી ત્યારે કાનાના ઘર પાસે શ્વાન એ મને ઘેરી લીધી હતી જેથી મે શ્વાન ને કાઢવાની કોશિશ કરતા કાના ની દીકરીઓ મારી સાથે ઝઘડી હતી. થોડી વારમાં જ કાનો આવી જતા અને એ લોકો ઢસડી અને મને ઝૂંપડીમાં લઈ ગયા હતા.