LPG Price Hike 2026: દેશભરના લાખો પરિવારો માટે ફરી એકવાર મોંઘવારીના સમાચાર આવ્યા છે. ઘરેલુ LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં ₹29નો વધારો કરવામાં આવ્યો છે. નવા દરો મધરાતથી અમલમાં આવ્યા છે, જેના કારણે હવે 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડર માટે ગ્રાહકોને વધુ ખર્ચ કરવો પડશે.
દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત ₹913થી વધીને ₹942 થઈ ગઈ છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ મહિનામાં આ બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. માર્ચ મહિનામાં ₹60નો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે હવે ફરી ₹29 વધતા કુલ વધારો ₹89 સુધી પહોંચી ગયો છે.
કેમ વધ્યા ગેસના ભાવ?
તેલ માર્કેટિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં LPGના (LPG Price Hike 2026) વધતા ભાવ, ઊર્જા ખર્ચમાં વધારો અને ઘરેલુ વેચાણ પર થતા નુકસાનને કારણે કિંમતો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારી તેલ કંપનીઓને દરેક ઘરેલુ સિલિન્ડર (LPG Price Hike 2026) પર અંદાજે ₹703નું નુકસાન થઈ રહ્યું હતું. હાલનો ભાવ વધારો માત્ર આ નુકસાનની આંશિક ભરપાઈ કરી શકશે.
5 કિલો સિલિન્ડર પણ મોંઘો
માત્ર 14.2 કિલોગ્રામના સિલિન્ડર જ નહીં, પરંતુ 5 કિલોગ્રામના નાના LPG સિલિન્ડરની કિંમતોમાં પણ ₹11નો વધારો કરવામાં આવ્યો છે. હવે તેની નવી કિંમત ₹821.50 થઈ ગઈ છે.
પેટ્રોલ, ડીઝલ અને CNG બાદ હવે LPG
છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં પણ વધારો નોંધાયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મે મહિનામાં કુલ ₹7.50 પ્રતિ લિટર સુધીનો વધારો થયો છે, જ્યારે CNG પણ આશરે ₹6 પ્રતિ કિલો મોંઘી થઈ છે. તેલ કંપનીઓનો દાવો છે કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવનો સંપૂર્ણ બોજ ગ્રાહકો પર નાખવામાં આવ્યો નથી અને કંપનીઓ હજુ પણ કેટલીક હદે નુકસાન સહન કરી રહી છે.
LPG સિલિન્ડર (LPG Price Hike 2026)ની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરતી વખતે નીચેના પરિબળો મહત્વની ભૂમિકા ભજવે છે:
આંતરરાષ્ટ્રીય બજારમાં LPGના ભાવ
ડોલર સામે રૂપિયાની વિનિમય કિંમત
આયાત અને પરિવહન ખર્ચ
બોટલિંગ પ્લાન્ટ અને વિતરણ ખર્ચ
સરકારની ટેક્સ અને સબસિડી નીતિઓ
બજારની માંગ અને પુરવઠાની સ્થિતિ
ગ્રાહકો માટે શું અસર?
ગેસ (LPG Price Hike 2026)ના વધેલા ભાવનો સીધો પ્રભાવ મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોના માસિક બજેટ પર પડશે. રસોડાના ખર્ચમાં વધારો થતાં અન્ય જરૂરી ખર્ચ પર પણ અસર પડી શકે છે.
ખાદ્ય તેલ અંગે સરકારનું નવું પગલું
આ દરમિયાન ગ્રાહકોને વધુ પારદર્શક માહિતી મળે તે માટે સરકાર દ્વારા ખાદ્ય તેલ માટે સ્ટાન્ડર્ડ પેક સાઇઝ ફરજિયાત કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ પગલાથી ગ્રાહકો અલગ-અલગ બ્રાન્ડ્સની કિંમતોની સરળતાથી તુલના કરી શકશે અને યોગ્ય ખરીદીનો નિર્ણય લઈ શકશે.
આ પણ વાંચો:કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹3000 ને પાર, રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર, ‘હવે પેટ્રોલ-ડીઝલનો વારો’
આ પણ વાંચો:પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે સરકારની મોટી જાહેરાત, દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો સ્ટોક
આ પણ વાંચો:ગેસના ભાવમાં 1300નો વધારો, ભારતનું નામ આગળ ધરી અમેરિકાએ ચીન અને ઈરાન પર દબાણ વધાર્યું
