sports news/ તે હજુ બાળક છે’, વૈભવ સૂર્યવંશી માટે BCCIનો મોટો નિર્ણય, ઇંગ્લેન્ડ પ્રવાસે સાથે જશે પેરેન્ટ્સ

માત્ર 15 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં સિલેક્ટ થયેલા વૈભવ સૂર્યવંશી(Vaibhav Sooryavanshi) સાથે તેના માતા-પિતા પણ ઇંગ્લેન્ડ પ્રવાસે જશે. સગીર ખેલાડીને કમ્ફર્ટેબલ રાખવા માટે BCCI દ્વારા લેવાયેલા આ ખાસ નિર્ણય વિશે વાંચો વિગત.

Trending Sports
Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi England Tour 2026: માત્ર 15 વર્ષની નાની ઉંમરે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવીને ઇતિહાસ રકનાર યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક ખાસ અને ઐતિહાસિક વ્યવસ્થા કરી છે. આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ પર આ યુવા બેટ્સમેનની સાથે તેના માતા-પિતા પણ સાથે જઈ શકશે, જેથી તે વિદેશી પરિસ્થિતિઓ અને સિનિયર ટીમના હાઈ-પ્રોફાઈલ માહોલમાં સરળતાથી તાલમેલ મિલાવી શકે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે વૈભવ હજુ સગીર (નાબાલિક) છે, તેથી બોર્ડ તેને આ વિશેષ સહયોગ આપી રહ્યું છે.

સિનિયર ટીમના માહોલમાં સહજ રાખવા BCCIનો મોટો નિર્ણય

BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, “વૈભવ(Vaibhav Sooryavanshi) હજુ ખૂબ નાનો છે. અંડર-19 લેવલ પર તે પોતાની ઉંમરના ખેલાડીઓ સાથે રમતો અને ટ્રાવેલ કરતો હતો, પરંતુ સિનિયર ભારતીય ટીમમાં તમામ ખેલાડીઓ પુખ્ત વયના (Adults) છે. સિનિયર ટીમનો માહોલ તદ્દન અલગ હોય છે. તેથી અમને લાગ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દબાણ વચ્ચે તેના માતા-પિતા તેની સાથે હોવા ખૂબ જરૂરી છે.”

હાલમાં વૈભવ (Vaibhav Sooryavanshi) શ્રીલંકા પ્રવાસે ઇન્ડિયા-એ ટીમ સાથે ત્રિકોણીય સિરીઝ રમી રહ્યો છે અને ત્યાં પણ તેના પિતા ટૂંક સમયમાં પહોંચવાના છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે જો પરિવાર ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ સાથે જવા માંગશે, તો BCCI તેમને વિઝાથી લઈને તમામ બાબતોમાં પૂરેપૂરો સપોર્ટ કરશે. સામાન્ય રીતે કોઈ ખેલાડીને આવી સુવિધા મળતી નથી, પણ વૈભવનો કેસ ખાસ છે.

વર્ષ 2026 Vaibhav Sooryavanshi માટે રહ્યું છે સપના સમાન

આ યુવા ડાબોડી બેટ્સમેન માટે આ વર્ષ અદભુત પ્રદર્શનથી ભરેલું રહ્યું છે:

વૈભવે અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 175 રનની ઐતિહાસિક ઇનિંગ રમીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું.

રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તેણે 16 મેચોમાં 237.30 ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટ સાથે રેકોર્ડબ્રેક 776 રન ઠોકી દીધા હતા. આ સીઝનમાં તેણે ‘ઓરેન્જ કેપ’ અને ‘મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર’ (MVP) જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પણ પોતાના નામે કર્યા હતા.

તેણે પોતાના પર્ફોર્મન્સથી ખુદને સિલેક્ટ કરાવ્યો છે: અજીત અગરકર

ચીફ સિલેક્ટર અજીત અગરકરે પણ વૈભવના વખાણ કરતા સ્વીકાર્યું કે આ બાળકની અસાધારણ પ્રતિભાએ સિલેક્ટર્સને તેને ટીમમાં સામેલ કરવા માટે મજબૂર કર્યા છે. અગરકરે જણાવ્યું કે, “વૈભવે (Vaibhav Sooryavanshi) પોતાના શાનદાર પ્રદર્શનના જોરે ટીમમાં જગ્યા બનાવી છે. આટલી નાની ઉંમરે દબાણવાળી મેચોમાં જે રીતે તે રમે છે અને મેચનો આખો રુખ બદલી નાખે છે, તે અદ્ભુત છે. ભવિષ્યમાં અમને તેની પાસેથી મોટી આશાઓ છે.”

BCCI નો આ નિર્ણય સાબિત કરે છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ પોતાના સૌથી યુવા સ્ટારને (Vaibhav Sooryavanshi) માત્ર એક ખેલાડી તરીકે નહીં, પણ એક બાળકની જેમ સાચવી રહ્યું છે.


આ પણ વાંચો:15 વર્ષના વૈભવે તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ થતાં જ અગરકરે આપી સલાહ

આ પણ વાંચો:7 વર્ષની ઉંમરે શરૂ થયેલી મહેનત, 15માં IPLનો સ્ટાર, જાણો બોસ બેબીની પ્રેરણાદાયક સફર

આ પણ વાંચો: ક્રિકેટમાં આજે પણ થાય છે મેચ ફિક્સિંગ, IPL ના પૂર્વ કમિશનર લલિત મોદીનો સનસનાટીપૂર્ણ દાવો