ખેડા,
ખેડાના શેઢી કેનાલમાં ભ્રષ્ટાચારનું મસમોટું ગાબડું પડ્યું છે. શેઢી સિંચાઈની નવી કેનાલમાં 50 ફૂટનું ગાબડું પડતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પાણી છોડતા જ કેનાલમાં ગાબડું પડ્યું. આ બનાવ મહુધા પાસેના વડથલમાં બન્યો હતો.
અમદાવાદમાં પીવાનું પાણી પૂરું પાડતી કેનાલમાં ગાબડું પડતા શહેરીજનોને પીવાનું પાણી માટે મુશ્કેલી પડી શકે તેવી પણ સંભાવનાઓ સેવાઇ રહી છે.
મળતી માહિતી મુજબ 66 કિલોમીટરની કેનાલ પર 26 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે પાણી છોડાયાના કલાકોમાં જ કેનાલ ધોવાઇ ગયું હતુ અને ગામમાં અને ખેતરોમાં પણ પાણી ભરાયા હતા.
ત્યારે જગતના તાત કહેવાતા ખેડૂતોના 500 વીઘાના પાકને પણ નુકશાન થયું હતુ. ત્યારે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે..હવે જોવાનું રહ્યું કે લોકોને ક્યાં સુધી આ ભ્રષ્ટ્રાચારી મસમોટા ગાબડાનું ભોગ બનવુ પડશે.
