World News/ ગેસના ભાવમાં 1300નો વધારો, ભારતનું નામ આગળ ધરી અમેરિકાએ ચીન અને ઈરાન પર દબાણ વધાર્યું

હોર્મુઝ સ્ટ્રેટમાં (Hormuz) નાકેબંધીને કારણે ભારતમાં LPG નું મોટું સંકટ ઊભું થયું છે. અમેરિકાએ આ મુદ્દે ચીનને કડક ચેતવણી આપી છે અને ‘ઓપરેશન ફ્રીડમ’ દ્વારા રસ્તો ખોલવાની તૈયારી શરૂ કરી છે.

international Top Stories World
Hormuz

Strait of Hormuz Crisis 2026: અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz) પર લાગેલી નાકેબંધી હવે વૈશ્વિક ઊર્જા સંકટનું મુખ્ય કારણ બની ગઈ છે. છેલ્લા બે મહિનાથી આ મહત્વનો સમુદ્રી માર્ગ બંધ હોવાથી ભારત સહિત અનેક દેશોમાં રાંધણ ગેસ (LPG) ની ભારે અછત સર્જાઈ છે. આ સ્થિતિનો હવાલો આપીને અમેરિકાએ હવે ચીન સામે આક્રમક વલણ અપનાવ્યું છે અને તેને હોર્મુઝનો રસ્તો ખોલાવવા માટે દબાણ કર્યું છે.

ભારતમાં LPG ની હાહાકાર અને ભાવવધારો (Hormuz)

ભારત તેની જરૂરિયાતનો આશરે 80-90 ટકા LPG હોર્મુઝના માર્ગે આયાત કરે છે. નાકેબંધીને કારણે પુરવઠો ખોરવાતા દેશમાં ગેસના ભાવમાં આસમાની વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં સિલિન્ડરની કિંમતમાં 1300 થી વધુનો વધારો નોંધાયો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે સરકાર દ્વારા નવા ગેસ કનેક્શન પર રોક લગાવી દેવામાં આવી છે અને બુકિંગના નિયમો પણ કડક કરવામાં આવ્યા છે.

અમેરિકાની વ્યૂહરચના: ‘ઓપરેશન ફ્રીડમ’

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જાહેરાત કરી છે કે ‘ઓપરેશન ફ્રીડમ’ હેઠળ અમેરિકન નેવી હોર્મુઝમાં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢશે. અમેરિકા હવે ભારતના LPG સંકટને માનવતાવાદી મુદ્દો બનાવીને રસ્તો ખોલાવવા માંગે છે. અમેરિકાનું કહેવું છે કે ભારત જેવા મોટા લોકશાહી દેશમાં કરોડો પરિવારો રાંધણ ગેસ પર નિર્ભર છે, તેથી આ નાકેબંધી માનવતા વિરુદ્ધનો ગુનો છે.

ચીનને કડક ચેતવણી અને ઈરાનનું વલણ

અમેરિકાએ ચીન પર ગંભીર આક્ષેપ કર્યો છે કે ચીન ઈરાન પાસેથી મોટાપાયે તેલ ખરીદીને તેને યુદ્ધ માટે ફંડ પૂરું પાડી રહ્યું છે. ટ્રમ્પ પ્રશાસને ચીનને ચેતવણી આપી છે કે તે હોર્મુઝનો (Hormuz) માર્ગ ખોલાવવામાં પોતાની વગનો ઉપયોગ કરે, અન્યથા તેના પરિણામો ગંભીર આવશે. બીજી તરફ, ઈરાને ભારત પ્રત્યે નરમ વલણ દાખવતા ભારતના 8 ટેન્કરોને પસાર થવાની મંજૂરી આપી હતી, જેને અમેરિકા હવે પોતાની વ્યૂહરચનામાં હથિયાર તરીકે વાપરી રહ્યું છે.


આ પણ વાંચો :બ્રાઝિલમાં રહેણાંક બિલ્ડિંગ સાથે વિમાન ટકરાયું, 3 ના મોત, જુઓ 9/11 જેવો ભયાનક વીડિયો

આ પણ વાંચો :એર ઈન્ડિયા બ્લાસ્ટના 40 વર્ષ બાદ કેનેડાની આંખ ઉઘડી, રિપોર્ટમાં ખાલિસ્તાની ઉગ્રવાદને ગણાવ્યું મોટું જોખમ

આ પણ વાંચો : અટલાન્ટિકમાં ફસાયું મોતનું જહાજ, હંતા વાયરસથી 3 ના મોત, WHO એ જારી કરી ચેતવણી