Not Set/ મહારાષ્ટ્ર અપડેટ/ 52 ધારાસભ્યો પોતાની પાસે હોવાનો NCPનો દાવો, સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનવણી

મહારાષ્ટ્રમાં સીએમ તરીકે દેવેન્દ્ર ફડનવીસે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી દીધા બાદ હવે તે બહુમતી મેળવવાની ભાગદોડમાં લાગેલી છે જ્યારે શિવસેના-કોંગ્રેસ અને એનસીપી પોતાના ધારાસભ્યોને તૂટવામાંથી બચાવવા માટે એડી-ચોટીનું જોર આપી રહ્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મુખ્યમંત્રી અજીત પવાર શપથ લીધા પછી આજે એટલે કે સોમવારે પહેલી ઓફિશિયલ મીટિંગ કરવાના છે. બીજી તરફ સુપ્રીમ […]

Top Stories
aaaamaha 2 મહારાષ્ટ્ર અપડેટ/ 52 ધારાસભ્યો પોતાની પાસે હોવાનો NCPનો દાવો, સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનવણી

મહારાષ્ટ્રમાં સીએમ તરીકે દેવેન્દ્ર ફડનવીસે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી દીધા બાદ હવે તે બહુમતી મેળવવાની ભાગદોડમાં લાગેલી છે જ્યારે શિવસેના-કોંગ્રેસ અને એનસીપી પોતાના ધારાસભ્યોને તૂટવામાંથી બચાવવા માટે એડી-ચોટીનું જોર આપી રહ્યા છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મુખ્યમંત્રી અજીત પવાર શપથ લીધા પછી આજે એટલે કે સોમવારે પહેલી ઓફિશિયલ મીટિંગ કરવાના છે.

બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં આજનો દિવસ મહત્વનો માનવામાં આવે છે. શિવસેના, એનસીપી-કોંગ્રેસની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટમાં ત્રણેય પાર્ટી વિધાનસભામાં તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરવાની માંગણી કરીને દેવેન્દ્ર ફડનવીસ ને સીએમ પદ માટે શપથનું આમંત્રણ આપવાના રાજ્યપાલના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે.સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી હાથ ધરાશે.સોમવારે એનસીપીએ ફરી એકવાર દાવો કર્યો છે કે તેમની પાસે 52 ધારાસભ્યોનું પીઠબળ છે.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે એનસીપીના લાપતા ધારાસભ્યોમાંથી ત્રણ ધારાસભ્યો દિલ્હીથી મુંબઈ પરત ફરી રહ્યા છે. આ ધારાસભ્યો સવારે લગભગ 4.30 વાગ્યે મુંબઈ પરત ફર્યા છે. હવે એનસીપીના ફક્ત એક જ ધારાસભ્ય લાપતા છે. એનસીપી દાવો કરી રહી છે કે અમારા 52 ધારાસભ્યો અમારી સાથે જ છે. મુંબઈ પરત ફરનારા ધારાસભ્યોમાં દૌલત દરોડા, અનિલ પાટિલ અને નિતિન પવારનો સમાવેશ થાય છે.

એનસીપીના દિગ્ગજ નેતા છગન ભુજબલ પોતાના ધારાસભ્યોને મળવા માટે હોટલ હયાતમાં પહોંચ્યા છે. ભુજબલે કહ્યું કે હું અહીં મારા ધારાસભ્યોને મળવા આવ્યો છું. અમારા એક અથવા બે ધારાસભ્યો જ અહીં નથી. બાકી અમારી સંપૂર્ણ સંખ્યા છે.

એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે પાર્ટીના 54માંથી 52  ધારાસભ્યો શરદ પવાર સાથે જ છે. અજિત પવાર હવે એકલા પડી ગયા છે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.