Not Set/ ગુજરાત/ CM રૂપાણીનાં વિવાદિત બોલ, મુસલમાનો પાસે રહેવા 150 દેશ અને હિન્દુઓ પાસે માત્ર એક

નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) વિરુદ્ધ દેશનાં અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. જ્યા બિન-ભાજપ સરકારો તેમના રાજ્યોમાં તેનો અમલ કરવાનો ઇનકાર કરી રહી છે, ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેનો સંપૂર્ણ સમર્થન આપ્યો છે. તેમણે આ કાયદાનાં સમર્થનમાં સાબરમતી આશ્રમ ખાતે આયોજીત એક રેલીને પણ સંબોધન કર્યું હતું. તેમણે વિપક્ષ પર પણ અશાંતિ પેદા કરવાનો […]

Top Stories Ahmedabad Gujarat
CM Rupanii ગુજરાત/ CM રૂપાણીનાં વિવાદિત બોલ, મુસલમાનો પાસે રહેવા 150 દેશ અને હિન્દુઓ પાસે માત્ર એક

નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) વિરુદ્ધ દેશનાં અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. જ્યા બિન-ભાજપ સરકારો તેમના રાજ્યોમાં તેનો અમલ કરવાનો ઇનકાર કરી રહી છે, ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેનો સંપૂર્ણ સમર્થન આપ્યો છે. તેમણે આ કાયદાનાં સમર્થનમાં સાબરમતી આશ્રમ ખાતે આયોજીત એક રેલીને પણ સંબોધન કર્યું હતું. તેમણે વિપક્ષ પર પણ અશાંતિ પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ દરમિયાન રૂપાણીએ કહ્યું કે મુસ્લિમો પાસે રહેવા માટે 150 દેશો છે જ્યાં તેઓ જઈ શકે છે પરંતુ હિન્દુઓ માટે આ એક જ દેશ છે ભારત. આપને જણાવી દઈએ કે મંગળવારે, સીએએનાં સમર્થનમાં ભાજપ દ્વારા ગુજરાતનાં વિવિધ શહેરોમાં 62 રેલીઓ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી રૂપાણી અમદાવાદની એક રેલીમાં પહોંચ્યા હતા, ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાની રેલીમાં પહોંચ્યા હતા. ટોળાને સંબોધતા રૂપાણીએ કહ્યું કે, “ભારતમાં મુસ્લિમો ખુશ છે અને તેમની વસ્તી 9 થી વધીને 14 ટકા થઈ ગઈ છે… બિનસાંપ્રદાયિક બંધારણને કારણે તેઓ ભારતમાં ગૌરવપૂર્ણ જીવન જીવે છે.” તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા 22 થી ઘટીને 3 ટકા થઈ ગઈ છે. ‘તેમનું શોષણ કરવામાં આવે છે, દુષ્કર્મ કરવામાં આવે છે અને સંપત્તિને નુકસાન પહોચાડવામાં આવે છે. તેઓ ઘણા લાંબા સમય પહેલા ભારત આવ્યા છે, પરંતુ તેઓને (ભારતીય) નાગરિક ન હોવાને કારણે કોઈ ફાયદો નથી થતો. બાંગ્લાદેશમાં હિંદુઓ વસ્તીનાં માત્ર 2 ટકા છે, જ્યારે અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખની સંખ્યા બે લાખથી ઘટીને 500 થઈ ગઈ છે. ‘

તેમણે વધુમાં કહ્યું, “મુસ્લિમો પાસે 15૦ દેશો છે, જ્યાં તેઓ રહી શકે છે, પરંતુ હિન્દુઓ માટે એક જ દેશ છે અને તે ભારત છે.” સીએએ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરનાર વિપત્રી પાર્ટીઓ પર નિશાન સાધતા રૂપાણીએ કહ્યું કે, ‘કોંગ્રેસ અને તેના સાથી પક્ષ લોકોને ગેરમાર્ગે દોરી, તોફાનો કરીને અને સંપત્તિને નુકસાન પહોંચાડીને દેશમાં અશાંતિ પેદા કરી રહ્યા છે. હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે દેશમાં ભાગલા પડતા હતા ત્યારે મહાત્મા ગાંધીએ જે કહ્યું હતું તેની વિરુદ્ધ CAA કેવી રીતે છે…. જો આ ત્રણ દેશોનાં લોકો ઇચ્છે તો પાછા ફરી શકે છે.’ રૂપાણીએ કહ્યું કે, ભાજપાની 2019ની લોકસભા ચૂંટણીનાં વાયદામાં એનઆરસી પણ સામેલ છે. તેમણે કહ્યું, ‘ચૂંટણી સમયે ભાજપે જાહેરાત કરી હતી કે જો અમારી સરકાર બને છે તો અમે કલમ 37૦ ને દૂર કરીશું, અમે રામ જન્મભૂમિ પર મંદિરનો માર્ગ મોકળો કરીશું, અમે ટ્રિપલ તલાક સમાપ્ત કરીશું, શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે સીએએ લાગુ કરીશું, એનઆરસી લાગુ કરીશું અને ઘુસણખોરોને પાછા મોકલીશું. લોકો ભાજપ અને તેના સાથી પક્ષોને લોકશાહી પદ્ધતિથી સત્તા પર લાવ્યા હતા.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.