Not Set/ જાપાનમાં લુપિટ તોફાન ત્રાટક્યું, 60 થી વધુ ફ્લાઇટ્સ રદ

જાપાને લુપિટ તોફાનનાં કારણે હિરોશિમા, શિમાને અને એહિમેના પ્રાંતોથી 3,00,000 થી વધુ લોકોને બહાર કાઠવાનો આદેશ આપ્યો છે. દેશનાં દક્ષિણ -પશ્ચિમ તરફની 63 ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે.

Top Stories World
લુપિટ

જાપાને લુપિટ તોફાનનાં કારણે હિરોશિમા, શિમાને અને એહિમેના પ્રાંતોથી 3,00,000 થી વધુ લોકોને બહાર કાઠવાનો આદેશ આપ્યો છે. દેશનાં દક્ષિણ -પશ્ચિમ તરફની 60 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે.

11 240 જાપાનમાં લુપિટ તોફાન ત્રાટક્યું, 60 થી વધુ ફ્લાઇટ્સ રદ

આ પણ વાંચો – ખતરામાં લઘુમતી! / પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં હિંન્દુઓ પર આવી મુસિબત, ઘરો અને મંદિરોમાં તોડફોડ

સોમવારે સવારે પશ્ચિમ જાપાનમાં વાવાઝોડું લુપિટ મજબૂત પવન અને ભારે વરસાદ સાથે અથડાયુ છે. વાવાઝોડું લુપિટ રવિવારે રાત્રે જાપાનનાં દક્ષિણ-પશ્ચિમ ક્યુશુ ક્ષેત્રમાં દસ્તક આપી હતી. જાપાનની હવામાન એજન્સીનાં જણાવ્યા અનુસાર, આ વર્ષનું નવમું તોફાન લુપિટ આજે હિરોશિમા પ્રાંતમાં કુરે થઈને જાપાનનાં સમુદ્રમાં પહોંચી શકે છે. વાવાઝોડાની અસરને કારણે મંગળવારે પણ પશ્ચિમ, પૂર્વી અને ઉત્તરી જાપાનનાં વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવનની સંભાવનાઓ છે. લોકોને આ સમયગાળા દરમ્યાન ભૂસ્ખલન અને પૂર અંગે સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. હિરોશિમા, શિમાને, એહિમે અને ઓઇતા પ્રાંતોમાં પણ લોકોને ચેતવણી આપવામાં આવી છે.

11 241 જાપાનમાં લુપિટ તોફાન ત્રાટક્યું, 60 થી વધુ ફ્લાઇટ્સ રદ

આ પણ વાંચો – કોરોના કહેર / ઈરાન, અમેરિકા, બ્રાઝિલ અને રશિયા સહિતના દેશોમાં કોરોના વકર્યો,સંક્રમિતોના આંકડામાં ચાર ગણો વધારો

દરમ્યાન, હિરોશિમા અને યામાગુચી પ્રાંતોમાં કેટલીક નદીઓમાં પાણીનું સ્તર ખતરનાક સ્તરથી વધી ગયું છે. રાજ્ય હવામાન એજન્સીએ આગાહી કરી છે કે, આ સમયગાળા દરમ્યાાન, ઘણા વિસ્તારોમાં 50 મીમી પ્રતિ કલાક સુધી વરસાદ પડી શકે છે. નિષ્ણાતો પણ મજબૂત પવન અને ઉંચા મોજાની ચેતવણી આપી રહ્યા છે. આવી સ્થિતિમાં જાપાનનાં દક્ષિણ બીચ પરથી લોકોને દૂર કરવાની ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડા લુપિટે ગુરુવારે ચીનનાં દરિયાકાંઠાનાં પ્રાંતોમાં તબાહી મચાવી હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.

11 242 જાપાનમાં લુપિટ તોફાન ત્રાટક્યું, 60 થી વધુ ફ્લાઇટ્સ રદ

આ પણ વાંચો – વાયરલ ફોટો / દુનિયામાં અદ્ભુત લોકો છે, કોઈનું નાક અને કોઈની ઊંચાઈ આશ્ચર્યજનક,કે તમે જોતા જ રહી જશો

ઓલિમ્પિકનાં અંત પછી, પેરાલિમ્પિક ગેમ્સ પણ ટોક્યોમાં યોજાવાની છે, જે 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી શરૂ થશે. દરમ્યાન, જાપાન સરકારે થોડા દિવસો પહેલા એક આદેશ જારી કર્યો હતો અને દેશનાં ઘણા રાજ્યોમાં ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી હતી. જાપાનનાં પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, કોરોના વાયરસનાં વધતા જતા કેસોને કારણે ટોક્યો, સૈતામા, ચિબા, કાનાગાવા, ઓસાકા અને ઓકિનાવા પ્રાંતોમાં 31 ઓગસ્ટ સુધી ઇમરજન્સીની સ્થિતિ અમલમાં રહેશે.