Banaskantha/ બનાસકાંઠાના આ ગામના યુવાનોની એક અનોખી પહેલ, બંધ કરવી કુરિવાજ પ્રથા

બનાસકાંઠાના ઝાત ગામે બ્રાહ્મણ સમાજે વડીલોને સાથે રાખી કુરિવાજોને તિલાંજલિ આપી, નિયમોનુ પાલન નહી કરે તેના ઘરે પ્રસંગમા નહી જવાની નેમ લીધી.

Gujarat Others
YouTube Thumbnail 2024 03 14T195516.544 બનાસકાંઠાના આ ગામના યુવાનોની એક અનોખી પહેલ, બંધ કરવી કુરિવાજ પ્રથા

@દેવ કાલેટ

Banaskantha News: બનાસકાંઠાનાનુ ઝાત ગામ રાજસ્થાન સરહદને અડીને આવેલુ 5000ની વસ્તી ધરાવતુ ગામ છે. જેમા સૌથી વધારે વસ્તી ઔદિચ્ય રાજગોર બ્રાહ્મણ સમાજની છે. કૂદકે ને ભૂસકે વધતી મોંઘવારીને લઈ ગામના યુવાનો દ્રારા વૈદ્યનાથ મહાદેવ મંદિરે ગામના આગેવાનો,વડીલ અને યુવાનો એ ભેગા થઇ કુરિવાજ પ્રથા બંધ કરી એક નવી પહેલ કરી છે. જેમા લગ્ન પ્રસંગ મા ખાસ સગા વહાલા સિવાય ઓઢમણી બંધ કરવી, છોકરાના લગ્નમાં 50 રૂ.જ ચાંદલો આપવો, ખાસ સગા સિવાય પત્રિકા આપવી નહી, હોળી ના ઢૂંઢ પ્રસંગે 20/ રૂ. જ આપવા.

બિમાર વ્યક્તિને ખબર અંતર પુછવા જતાં ઓઢામનુ લેવુ નહી, કોઇપણ પ્રસંગ મા ડી. જે. લાવવુ નહી. લગ્ન પ્રસંગમા ઘોડી પર વરઘોડો નીકળવો નહી, તેમજ લગ્ન પ્રસંગ મા હલ્દી રસમ જેવી પ્રથા બંધ કરવામા આવી છે. જો આ નિયમો નુ પાલન નહી કરે તેના ઘરે પ્રસંગ મા જવુ નહી તેવી નેમ લેવામા આવી હતી. અને કુપ્રથા ને બંધ કરી યુવાનો ને ઍક નવી રાહ બતાવી છે.

આ બાબતે ગામના આગેવાન ગણપતભાઈ રાજગોર ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આવી કુપ્રથાને લઈ સમાજ દીવસે ને દીવસે એક બીજાની દેખાદેખી કરીને ખોટા ખર્ચા પાછળ ધકેલાઈ આર્થિક નુકશાન કરે છે. અને સામાન્ય વર્ગ ના લોકો ને પણ નાછૂટકે ભારે બોજ ઉપાડી આર્થિક નુકશાન ભોગવવુ પડે છે. જેથી ગામના આગેવાનો, વડિલો અને યુવાનો ની હાજરી મા આ પ્રથા બંધ કરી સહમતી દર્શાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સિધ્ધપુરમાં જીએસટીના ઓફિસ બોયની લાંચ લેતા ધરપકડ

આ પણ વાંચો:રાજ્યમાં મનોરંજન પાર્કને લઈ સરકાર એક્શનમાં, કાયદાકીય મામલાઓ માટે કર્યું કમિટીનું ગઠન

આ પણ વાંચો:જ્યારે MLA ઠોકી રહ્યા છે તાલ, દિગ્ગજો કેમ કરી રહ્યા છે ના ? ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓને…

આ પણ વાંચો:બાળકો અને મહિલાઓમાં ડાયાબિટીસના કેસ ચિંતાજનક વધારો