Not Set/ રેયોન કંપનીએ ઉમરેઠી ગામ દત્તક લેવાના બહાને બેફામ પાણીની કરી ચોરી

રાજ્ય વિધાનસભા અધ્યક્ષ નિર્મિત જાહેર હિસાબ સમિતિએ હીરણડેમ 2 સાઈટની સ્થળ તપાસ કરી હતી. રેયોન ગ્રાસીમ કંપની દ્વારા પેસ કદમી કરી કુવા બનાવવામાં આવ્યા હતા. તો બીજી બાજુ સરકારના 268 (બસો અડસઠ)કરોડ રૂપીયા ભરવામાં પ કંપની દ્વારા ઠાંગાઠૈયા કરવામાં આવી રહ્યા છે.  હિસાબ સમિતિ દ્વારા આ અંગે  અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે અને તે આ […]

Gujarat Others
asha worker 1 રેયોન કંપનીએ ઉમરેઠી ગામ દત્તક લેવાના બહાને બેફામ પાણીની કરી ચોરી

રાજ્ય વિધાનસભા અધ્યક્ષ નિર્મિત જાહેર હિસાબ સમિતિએ હીરણડેમ 2 સાઈટની સ્થળ તપાસ કરી હતી. રેયોન ગ્રાસીમ કંપની દ્વારા પેસ કદમી કરી કુવા બનાવવામાં આવ્યા હતા. તો બીજી બાજુ સરકારના 268 (બસો અડસઠ)કરોડ રૂપીયા ભરવામાં પ કંપની દ્વારા ઠાંગાઠૈયા કરવામાં આવી રહ્યા છે.  હિસાબ સમિતિ દ્વારા આ અંગે  અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે અને તે આ અહેવાલ સરકારને સુપ્રત કરાશે. કંપની સામે પગલાં ભરવા ખેડુતો માંગ કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર સોમનાથ જીલ્લાના મીઠાપાણીના સ્ત્રોતમાં સૌથી મોટો હીરણ ડેમ-2 મનાય છે.  આ ડેમ પરથી વેરાવળ, પાટણ, ચોરવાડ, સુત્રાપાડા પાલીકાઓ તેમજ 52 ગામોને પીવાનું પાણી અપાય છે ખેડુતોના મતે આ પીવાના પાણી સાથે ખેડુતોને સિંચાઈ માટે પણ પાણી આપવાનો નીર્ણય સરકાર દ્વારા લેવાયો હતો.

પરંતુ તે ઊપરાંત આ ડેમમાં થી ઈન્ડીયન રેયોન સુત્રાપાડા ફેક્ટરીઓ ને પણ પાણી અપાય છે. જેમાં ડેમથી નીચે નદીના પટ પાસે પેસકદમી વાળી જગ્યા એ રેયોન ગ્રાસીમ કંપનીએ ગેરકાયદે કુવો ખોદી અને પાણી ઊપાડેલ હતું. જેનું બીલ 268 (બસો અડસઠ) કરોડ ભરવાના બાકી હોઈ  કુવો પણ પેસકદમી વાળી જગ્યા એ હોઈ ત્યારે રાજ્યના વીવીધ જળાશયોમાં ચાલતી ગેરરીતીઓ ક્ષતીઓની તપાસ માટે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા 5  સભ્યો જે વિવિધ પક્ષોના ધારાસભ્યોની ટીમ સાથે ઊચ્ચ અધિકારીઓએ અધ્યક્ષ પુંજા વંશ ની અધ્યક્ષતા માં હીરણડેમ2 ની સાઈટ વિઝીટ કરી સ્થળ તપાસ કરી હતી અને કંપની એ પેસકદમી કરી હોય અને સરકારી ભરણુ ન ભર્યા નો રીપોર્ટ તૈયાર કર્યો હતો. જે સરકાર ને સુપ્રત કરાશે.

જ્યારે હીસાબ સમિતી હીરણ-1 ડેમ પર મુલાકાતે આવવાની હતી ત્યારે તેની  સ્થાનિક ખેડુતોને જાણ થતા ત્યાં રજુઆત કરવા રુબરુ પહોંચી ગયા હતા. અને સીંચાઇ માટે પાણી આપવા રજુઆત કરી હતી. ખેડુતોના કહેવા પ્રમાણે અનેક વખત તંત્ર ને લેખીત અને મૌખીક રજુઆતો કરી ચુક્યા છે.

અંતે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવાની ફરજ પડી છે. સ્થાનિક ખેડુતોના કહેવા પ્રમાણે અદ્યોગિક એકમો અહીથી ચોરી કરી પાણી લે છે તેમજ કરોડો રુપીયાનુ દેવુ છે છંતા કોઇના પેટનું પાણી હાલતું નથી. તો સીંચાઇ માટે એક પાણી ખેડુતો ને વધારવામાં આવે તેવી માંગણી કરી હતી.

સાથે ગામ લોકો પણ જોડયા હતા. અને મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે, રેયોન કંપનીએ આ ઉમરેઠી ગામ દત્તક લીધુ છે પણ ગામ માં મદદ કરવાનુ તો એક બાજુ રહી ગયુ અને ગ્રામ પંચાયતની જમીનમાં પેશકદમી કરી મોટો પાણી નો કુવો બનાવી બેફામ પાણી ની ચોરી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.