Gujarat/ સંતરામપુર પ્રાંત કચેરીના ઓપરેટર શૈલેષ પટેલને એ.સી.બી.ટીમે રૂ.૭૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

સંતરામપુર પ્રાંત કચેરીના સર્વેસર્વા વહીવટ મારી પાસે છે જ ના ઘમંડી અહમ સાથે કરાર આધારીત ઓપરેટર શૈલેષ પટેલનો એક ખેડૂતના દાખલાની ખરાઈ કરવાના લાંચના સોદામાં ₹ ૭૦ હજાર ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. ટીમના હાથે ઝડપાઈ જતા મહેસુલી તંત્રમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી

Gujarat

સંતરામપુર પ્રાંત કચેરીના સર્વેસર્વા વહીવટ મારી પાસે છે જ ના ઘમંડી અહમ સાથે કરાર આધારીત ઓપરેટર શૈલેષ પટેલનો એક ખેડૂતના દાખલાની ખરાઈ કરવાના લાંચના સોદામાં ₹ ૭૦ હજાર ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. ટીમના હાથે ઝડપાઈ જતા મહેસુલી તંત્રમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી.

કરાર આધારીત ઓપરેટર શૈલેષ પટેલ પોતાના કાર્યક્ષેત્રની સત્તા બહાર જઈને ખેડૂત દાખલાની ખરાઈ કરવા માટે ₹ ૭૦ હજારની લાંચના નાણાંની ભાગ બટાઈઓમાં કોણ સામેલ હશે.? ની ચર્ચાઓ પણ સમાંતર શરૂ થઈ જવા પામી છે.

સંતરામપુર પ્રાંત કચેરીમાં કરાર આધારીત ઓપરેટર તરીકે ફરજ બજાવતા અને વિવાદાસ્પદ માટે બહુચર્ચિત કહેવાતા શૈલેષ પટેલે એક ખેડૂત દાખલાની ખરાઈ કરવા માટે અરજદાર ફરીયાદી પાસે ₹ ૭૦ હજારની લાંચના નાણાંની માંગણી કરી હતી.

જો કે ઓપરેટર શૈલેષ પટેલના લાંચિયા વહીવટને તાબે થવાના બદલે ફરીયાદીએ પંચમહાલ એ.સી.બી. પોલીસ સમક્ષ ફરીયાદ કરી હતી. આ સંદર્ભમાં પંચમહાલ એ.સી.બી.દ્વારા સંતરામપુર પ્રાંત કચેરીમાં ગુપ્તરાહે હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓપરેટર શૈલેષ પટેલને ₹ ૭૦ હજારની લાંચના નાણાં સ્વીકારતા વેંત જ ઝડપી પાડતા મહેસુલી તંત્રમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી.

જો કે સંતરામપુર પ્રાંત કચેરીમાં સર્વેસર્વા વહીવટ મારી પાસે હોવાનો રુઆબ ઝાડનાર ઓપરેટર શૈલેષ પટેલ લાંચ લેતા ઝડપાઈ ગયો હોવાની ખબરોથી ખુદ વહીવટી કચેરીઓમાં પણ અંદરખાને આનંદ નો હાશકારો અનુભવાયો હતો.!!