Not Set/ મોદી સરકારને અમેરિકાએ આપ્યો ઝટકો, ટ્રેડના આ પ્રોગ્રામમાંથી કર્યું બાકાત

મોદી સરકારની બીજી ઇનિંગ્સ શરૂ થઈ એ પછી એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.ગઈ કાલે જીડીપી ગ્રોથ રેટ ડાઉન થયાના ન્યૂસ સામે આવ્યા બાદ હવે અમેરિકાએ ભારતને મળેલ જનરલાઈઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ  (GSP) ટ્રેડ પ્રોગ્રામ ખતમ કરી દીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં આની જાહેરાત કરી દીધી છે.આ અગાઉ ટ્રમ્પ […]

Top Stories World
dgbfgvm 5 મોદી સરકારને અમેરિકાએ આપ્યો ઝટકો, ટ્રેડના આ પ્રોગ્રામમાંથી કર્યું બાકાત

મોદી સરકારની બીજી ઇનિંગ્સ શરૂ થઈ એ પછી એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.ગઈ કાલે જીડીપી ગ્રોથ રેટ ડાઉન થયાના ન્યૂસ સામે આવ્યા બાદ હવે અમેરિકાએ ભારતને મળેલ જનરલાઈઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ  (GSP) ટ્રેડ પ્રોગ્રામ ખતમ કરી દીધો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં આની જાહેરાત કરી દીધી છે.આ અગાઉ ટ્રમ્પ સરકારે 4 માર્ચે આની જાહેરાત કરી હતી કે તે GSP કાર્યક્રમમાંથી ભારતને બાકાત કરી નાખશે. આ જાહેરાત પછી 60 દિવસનો નોટિસ પીરિયડ ચાલતો હતો જે હવે 3મેથી સમાપ્ત થઈ જશે.

એનો.મતલબ એ થયો કે હવે ભારત અમેરિકાના GSP ટ્રેડ પ્રોગ્રામમાંથી ટૂંક સમયમાં બાકાત થશે.અમેરિકા દ્વારા બીજા દેશો સાથે વેપારમાં આપવામાં આવેલી છુટછાટ માટે GSP સૌથી જુની પદ્ધતિ છે. અમેરિકા દ્વારા જે દેશને GSPનો દરજ્જો મળે છે તે દેશોનો ચોક્કસ કેટેગરીમાં આવતો સામાન કોઈ ડ્યુટી વિના અમેરિકાને આપવાની છુટ મળે છે.

ભારત 2017માં GSP હેઠળ સૌથી વધારે ફાયદો ઉઠાવનાર દેશમા મોખરે રહ્યો. વર્ષ 2017માં ભારતે આનાથી અમેરિકાને 5.7 અરબ ડૉલરની નિકાસ કરી હતી.