Not Set/ IPL હરાજી LIVE : જયદેવ ઉનડકટ ૧૧.૫૦ cr. સાથે બન્યો સૌથી મોંઘો ઇન્ડિયન પ્લેયર્સ

આઈપીએલની સીઝન ૧૧ માટે બેંગલુરુમાં ખેલાડીઓની હરાજી હાથ ધરવામાં આવી રહી છે. હરાજીના બીજા દિવસે સૌથી મોંઘી બોલી જયદેવ ઉનડકટ માટે લાગી હતી. બે ફ્રેન્ચાઇઝી વચ્ચે ચાલેલી ઉંચી બોલી બાદ અંતે રાજસ્થાન રોયલ્સે ૧૧.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલ  ગૌતમ ક્રિશ્નપ્પાને રાજસ્થાન રોયલ્સે ૬.૨૦ કરોડમાં ખરીદ્યો હતો. આ ઉપરાંત ભારતીય સ્પિનર શાહબાજ નદીમને દિલ્લીએ […]

Top Stories
jaydev759 IPL હરાજી LIVE : જયદેવ ઉનડકટ ૧૧.૫૦ cr. સાથે બન્યો સૌથી મોંઘો ઇન્ડિયન પ્લેયર્સ

આઈપીએલની સીઝન ૧૧ માટે બેંગલુરુમાં ખેલાડીઓની હરાજી હાથ ધરવામાં આવી રહી છે. હરાજીના બીજા દિવસે સૌથી મોંઘી બોલી જયદેવ ઉનડકટ માટે લાગી હતી. બે ફ્રેન્ચાઇઝી વચ્ચે ચાલેલી ઉંચી બોલી બાદ અંતે રાજસ્થાન રોયલ્સે ૧૧.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલ  ગૌતમ ક્રિશ્નપ્પાને રાજસ્થાન રોયલ્સે ૬.૨૦ કરોડમાં ખરીદ્યો હતો. આ ઉપરાંત ભારતીય સ્પિનર શાહબાજ નદીમને દિલ્લીએ ૩.૨૦ કરોડમાં, રાહુલ ચહારને મુંબઈ ઇન્ડિયન્સે ૧.૯ કરોડમાં, કેરેબિયન પ્લેયર્સ ઇવિન લુઇસને મુંબઈ ઇન્ડિયન્સે ૩.૮૦ કરોડમાં ખરીદ્યો હતો. જયારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પવન નેગી માટે ૧ કરોડ રૂપિયામાં રિટેઇન કરવા માટે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.

મહત્વનું છે કે, હરાજીના પ્રથમ દિવસે ૧૧૦ ખેલાડીઓ હાજર રહ્યા હતા જેમાંથી ૭૮ ખેલાડીઓ સોલ્ડ થયા હતા. જયારે કેરેબિયન વિસ્ફોટક બેટ્સમેન ક્રિશ ગેઈલ, ઈંગ્લેંડ કેપ્ટન જોઈ રૂટ જેવા અનેક પ્લેયર્સ પર ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોએ ખરીદવાનો પ્રયન્ત કર્યો હતો. પ્રથમ દિવસે કુલ ૭૮ ખેલાડીઓ માટે ૩૨૧.૧૦ કરોડ રૂપિયાની બોલી લાગી હતી જેમાં ઈંગ્લીસ ઓલરાઉન્ડર બેન સ્ટોકસ માટે સૌથી વધુ ૧૨.૫ કરોડ રૂપિયાની બોલી લાગી હતી.

જુઓ, IPL હરાજીમાં કયો ખેલાડી કેટલા કરોડમાં વેચાયો અને કેટલા પ્લેયર્સ રહ્યા અન સોલ્ડ

  • ગૌતમ ક્રિશ્નપ્પાને રાજસ્થાન રોયલ્સે ૬.૨૦ કરોડમાં ખરીદ્યો.
  • ઇકબાલ અબ્દુલ્લા અનસોલ્ડ
  • શિવિલ કૌશિક અનસોલ્ડ શિવિલ કૌશિક અનસોલ્ડ
  • મુરુગન અશ્વિનને 2.20 કરોડમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ખરીદ્યો.
  • ઇવિન લુઇસને ૩.૮૦ કરોડમાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો.
  • સૌરભ તિવારીને ૮૦ લાખમાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો.
  • એલેક્સ હાલેસ અનસોલ્ડ રહ્યો.
  • ઇઓન મોરગન – અનસોલ્ડ.
  • શૌન માર્સ – અનસોલ્ડ
  • લેન્ડી સિમોન્સ – અનસોલ્ડ
  • મનદીપસિંહને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ૧.૪૦ કરોડમાં ખરીદ્યો.
  • ત્રાવિસ હેડ અનસોલ્ડ
  • ડેનિયલ ક્રિશ્ચિયનને દિલ્હી ડેરડેવિલ્સે ૧.૫૦ કરોડમાં ખરીદ્યો.
  • જયંત યાદવને દિલ્હી ડેરડેવિલ્સે ૫૦ લાખમાં ખરીદ્યો.
  • ગુરકીરત માનને દિલ્હી ડેરડેવિલ્સે ૭૫ લાખમાં ખરીદ્યો.
  • કોરે એન્ડરસન અનસોલ્ડ રહ્યો.
  • મોઝિસ હેનરિક્સ અનસોલ્ડ.
  • બેન કટિંગને ૨.૨૦ કરોડમાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો.
  •  રાહુલ ચહારને મુંબઈ ઇન્ડિયન્સે ૧.૯૦ કરોડમાં ખરીદ્યો.
  • કેસી કરિઅપ્પા અનસોલ્ડ રહ્યો.
  • શાહબાઝ નદીમને દિલ્હી ડેરડેવિલ્સે ૩.૨૦ કરોડમાં ખરીદ્યો.
  • સાઇ કિશોર શ્રીનિવાસન અનસોલ્ડ.
  • તેજસ બરોકા અનસોલ્ડ.
  • જે સુચિથ રિમેઇન્સ અનસોલ્ડ.
  • પ્રવીણ દુબે અનસોલ્ડ.
  • અભિષેક શર્માને ૫૫ લાખમાં દિલ્હી ડેરડેવિલ્સે ખરીદ્યો.
  • બિપુલ શર્મા અનસોલ્ડ.
  • સ્વપ્નીલ સિંહ અનસોલ્ડ
  • ઈશ્વર પાંડે અનસોલ્ડ.
  • સયાન ઘોષ અનસોલ્ડ.
  • પ્રદીપ સાંગવાનને મુંબઈ ઇન્ડિયન્સે ૧.૫ કરોડમાં ખરીદ્યો.
  • અનુરીત સિંહ કથુરિયાને ૩૦ લાખમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો.
  • નથુસિંહ અનસોલ્ડ
  • ચાર્લ્સ જ્હોનસન અનસોલ્ડ
  • જગદીસાન નારાયણને ચેન્નાઇ સુપરકિંગ્સે ૨૦લાખમાં ખરીદ્યો
  • ૧૯ વર્ષના ઝહિર ખાન પક્તીનને રાજસ્થાન રોયલ્સે ૬૦ લાખમાં ખરીદ્યો
  • જે પી ડુમીનીને મુંબઈ ઇન્ડિયન્સે ૧ કરોડમાં ખરીદ્યો.
  • ક્રિશ જોર્ડનને સનરાઇઝર્સ હૈદરાબાદે 1 કરોડમાં ખરીદ્યો.
  • મિશેલ સેન્ટનરને ૫૦ લાખમાં ચેન્નઇ સુપરકિંગ્સે ખરીદ્યો.